________________
વૈદિક સૃષ્ટિ-ઇશ્વરવાદ
૨૭
સ્વકૃતાભ્યાગમને લોપ ન થતાં ઈશ્વરને સૃષ્ટિનિર્માણાદિ કાર્ય સ્વકૃત કર્મનું ફલ જાણવું જોઇએ.
બ્રહ્મનું ખંડન અને ઈશ્વરનું સમર્થન ભાષ્યકાર બ્રહ્મનું ખંડન અને ઈશ્વરનું સમર્થન કરતાં કહે છે કે
" न तावदस्य बुद्धि विना कश्चिद् धर्मो लिङ्गभूतः शक्य उपपादयितुम् । बुद्धयादिभिश्चात्मलिङ्गैनिरुपाख्यमीश्वरं प्रत्याक्षानुमानागमविषयातीतं कः शक्त उपपादयितुम् । स्वकृताभ्यागमलोपेन च प्रवर्तमानस्यास्य यदुक्तं प्रतिषेधजातं अकर्मनिमित्त शरीरसगै तत्सर्व प्रसज्येत ॥
અર્થ–બુદ્ધિ વિના બીજે કઈ ધર્મ ઈશ્વરની ઉપપત્તિ કરવામાં લિંગ–હેતુ બની શકતો નથી. જે બ્રહ્મમાં બુદ્ધિ આદિ ધર્મો માનવામાં આવતા નથી તે પ્રત્યક્ષ અનુમાન અને આગમના અવિષયભૂત બ્રહ્મને કેણ સાધી શકે એમ છે? વળી તેમાં સૃષ્ટિ–જનક સ્વકૃત ધર્મરૂપ કર્મને અભ્યાગમ ન સ્વીકારવાથી અકર્મનિમિત્ત શરીર સર્ગની માન્યતામાં જેટલા દેષ જણાવ્યા છે તે બધા દેશોને આંહિ પ્રસંગ આવશે.
ભાષ્યકારે માનેલ ઈશ્વરમાં બુદ્ધિ સંકલ્પ વગેરે હોવાથી સંકલ્પથી સૃષ્ટિજનક ધર્મરૂપ કર્મ ઉત્પન્ન થવાથી સૃષ્ટિનિર્માણ સંભવે છે. બ્રહ્મમાં બુદ્ધિ સંકલ્પ ન હોવાથી સૃષ્ટિજનક કર્મ ઉત્પન્ન ન થવાથી સૃષ્ટિનિર્માણ અસંભવિત છે. વળી તેને જાણવા માટે કઈ પ્રમાણ પણ નથી. તેથી પ્રમાણુ બહિર્ભત બ્રહ્મને માનશેજ કોણ? આમ બ્રહ્મવાદનો પરાજય કરવાને ઈશ્વરવાદનો વિસ્તાર ચાલુ થયો. ભાષ્યકારની ઈશ્વરવાદ ઉપર છાપ લાગવાથી ન્યાયકુસુમાંજલિ, ન્યાયવાર્તિક, ન્યાયમંજરી, ન્યાયકંદલિ વગેરે ન્યાયના ગ્રન્થમાં ઈશ્વરવાદ પલ્લવિત બન્યા.