________________
૨૬
સુષ્ટિવાદ અને ઈશ્વર
સંદર્ભમાં માત્ર સ્થાન આપ્યું છે. તે માન્યતા ભાષ્યકાર અને ટીકાકારને ઈષ્ટ લાગવાથી યા પોતાની માન્યતાને અનુકૂલ જણાયાથી ભાષ્યકારે અને ટીકાકારે ગૌતમના સૂત્ર રૂપે તેના ઉપર પોતાની હેર મારી દીધી છે.
ઈશ્વર-સ્વરૂપ ભાષ્યકાર વાત્સ્યાયને સુત્ર વિના પણ સ્વતંત્ર પણે ઈશ્વરનું સ્વરૂપ આ પ્રમાણે દર્શાવ્યું છેઃ
“गुणविशिष्टमात्मान्तरमीश्वरः । तस्यात्मकल्पात् कल्पान्तरानुपपत्तिः अधर्ममिथ्याज्ञानप्रमादहान्या धर्मज्ञानसमाधिसम्पदा च विशिष्टमात्मान्तरमीश्वरः तस्य च धर्मसमाधिफलमणिमाद्यष्टविधमैश्वर्य संकल्पानुविधायी चास्य धर्मः प्रत्यात्मवृत्तीन धर्माधर्मसञ्चयान् पृथिव्यादीनि च भूतानि प्रवर्त्तयति । एवं च स्वकृताभ्यागमस्यालोपेन निर्माणप्राकाम्यमीश्वरस्य स्वकृतकर्मफलं वेदितव्यम्" ॥
અર્થ–ગુણવિશેષથી યુક્ત એક પ્રકારને આત્મા જ ઈશ્વર છે. ઈશ્વર આત્માથી કઈ જુદી વસ્તુ નથી. અધર્મ, મિથ્યા જ્ઞાન અને પ્રમાદ તેમાં બિલકુલ નથી. ધર્મ, જ્ઞાન અને સમાધિ સંપદાથી તે યુક્ત છે. અર્થાત –ધર્મ, જ્ઞાન અને સમાધવિશિષ્ટ આત્મા એજ ઈશ્વર છે. ધર્મ અને સમાધિના ફલરૂપે અણિમા આદિ આઠ પ્રકારનું *ઐશ્વર્ય તેની પાસે છે.
ઈશ્વરને સંકલ્પમાત્રથી ધર્મ ઉત્પન્ન થાય છે, ક્રિયાનુણાનથી નહિ. તે ધર્મ દરેક આત્માના ધર્મધર્મસંચયને તથા પૃથ્વી આદિ ભૂતને પ્રવર્તાવે છે, અર્થાત પ્રવૃત્તિ કરાવે છે. એવી રીતે સ્વીકારવાથી * अणिमा महिमा चैव लघिमा गरिमा तथा । ईशत्वं च वशित्वं च प्राकाम्यं प्राप्तिरेव च ॥१॥