________________
વૈદિક સૃષ્ટિ-ઈશ્વરવાદ
ન્યાયદર્શન અને ઈશ્વર. ન્યાયદર્શનકાર ગૌતમ ઋષિએ પિતાને મુખે ઈશ્વરને સ્વીકારી કર્યો નથી. પણ ચોથા અધ્યાયના પહેલા આહિકના ૧૯ મા સૂત્રને સ્થાને ઈશ્વરવાદીની માન્યતાને સ્થાન આપ્યું છે. એમ તો ૧૪ મા સૂત્રથી પ્રાવાદુકની દષ્ટિ બતાવી છે. અભાવવાદી, શન્યવાદી, સ્વભાવિવાદી એ બધા વાદીઓની માન્યતા ત્રણ ત્રણ ચાર ચાર સૂત્રમાં દર્શાવી છે. તેવી રીતે ઈશ્વરવાદીની માન્યતા પણ ત્રણ સૂત્રોમાં બતાવી છે. સૂત્રને મથાળે જ અવતરણ તરીકે ભાષ્યકારે લખ્યું છે કે
સથાપર સાદ” અર્થાત–અભાવવાદીની માન્યતા બતાવ્યા પછી અપર-ઈશ્વરવાદી કહે છે કે – ईश्वरः कारणम्-पुरुषकाफल्यदर्शनात् ।
( ચા૦ સૂo કા ૨૨ ) -પુષમા જિsu (ચાs સૂ૦ ૪.૧ર૦) तत्कारितत्वादहेतुः।
(न्या० सू० ४।१।२१) અર્થ–માણસને પ્રયત્ન નિષ્ફળ ન જાય માટે કર્મફલ આપનાર તરીકે ઈશ્વરને કારણ રૂપે માનવો જોઈએ. અન્યવાદી શંકા કરે છે કે એમ માનવાથી પુરૂષકર્મ વિના પણ ફલની પ્રાપ્તિ થશે કારણકે ઈશ્વર ઈચ્છા નિત્ય છે.
ઇશ્વરવાદી જવાબ આપે છે કે પુરૂષકર્મ પણ ઈશ્વરપ્રેરિત હોવાથી તમારે હેતુ હેત્વાભાસ છે, અર્થસાધક નથી.
ઈશ્વરને કર્મફલદાતા તરીકે સ્વીકારનાર ઈશ્વરવાદીનાં ઉપર કહેલ ત્રણ સૂત્રને ગૌતમ મુનિએ સ્થાન જરૂર આપ્યું છે પણ તે અપરની માન્યતા તરીકે, પિતાની માન્યતા તરીકે નહિ. એ ઉપરથી એમજ કહી શકાય કે પતંજલિ મુનિની માફક ગૌતમે ઈશ્વરવાદને સ્વીકાર કર્યો નથી; કપિલની માફક નિષેધ પણ કર્યો નથી, તેમજ કણાદની માફક ચુપકી પણ પકડી નથી; કિન્તુ અન્યની માન્યતાને પોતાના