________________
=
૨૪
સુષ્ટિવાદ અને ઈશ્વર
કાશીને દેવદાસ (દેવદાસના પુત્ર) પ્રતર્દન રાજા સ્વર્ગલોકમાં ઈદ્રની પાસે જઈ “મનુષ્યનું હિત શેમાં છે?” એ પ્રશ્ન કરે છે. પ્રસન્ન થયેલ ઈદ્ર જવાબ આપે છે કેઃ मामेव विजानीहि एतदेवाहं मनुष्याय हिततमं मन्ये ।।
( પ રૂ૨) અર્થ—હે પ્રતર્દન! મનેજ વિશેષ રૂપથી જાણુ. મારી ઉપાસનાજ મનુષ્યોનું વધારેમાં વધારે હિત કરનાર છે એમ હું માનું છું. આગળ જતાં તે કહે છે કે હું પ્રાણુસ્વરૂપ, પ્રજ્ઞાત્મા, આયુ-જીવનકારણ અને અમૃત–અમર છું. ઈદ્રનો અહંવાદ આટલેથી જ નથી રોકાયો, આગળ સુધી ચાલ્યો છે.
एष लोकपालः एष लोकाधिपतिः एष सर्वेशः स मे સારમાં, તિ વિઘાત !
(વૌથ૦ રૂ.૮) અર્થ—એ મારે આત્મા લોકપાલ છે, લોકને અધિપતિ છે, કિં બહુના? એજ સર્વને ઈશ્વર છે.
આમાં ઇન્દ્ર પણ બ્રહ્મવાદીઓની પદ્ધતિ પ્રમાણે પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે અને પિતાને ઈશ્વર મનાવવાની ભાવના બતાવે છે. એટલે બ્રહ્મવાદ અને ઈશ્વરવાદની આંહિ સંધિ બને છે, અર્થાતઈશ્વરવાદની ભૂમિકા રચાય છે.
ઈશ્વરવાદીઓને સંપ્રદાય સાંખ્ય સુત્રથી પણ પહેલાં ચાલુ થઈ ચુ હતું. આમાં બ્રહ્મવાદીઓની માફક જગતના ઉપાદાને કારણે તરીકે નહિ પણ નિમિત્ત કારણ રૂપે ઈશ્વરને સ્વીકાર થયો હતો. તેમની એ દલીલ હતી કે ચેતન ઉપાદાનથી જડ ઉપાદેય ન સંભવી શકે. નિરંજન નિરાકાર બ્રહ્મમાંથી સાકાર જડ જગત ન બની શકે; માટે જગતના ઉપાદાન કારણ તરીકે નહિ પણ નિમિત્ત કારણ તરીકે ઇશ્વરને સ્વીકારવો જોઈએ.