________________
=
વૈદિક સુષ્ટિ-ઈશ્વરવાદ
यद्याव इन्द्र ते शतं शतम्भूमी रुतस्युः। न त्वा वनिन्त्सहस्रं सूर्या अनु नजातमष्टरोदसी ॥
(સામ૦ ૨ા કાકા ૨) અર્થ––હે ઈન્દ્ર! તારા પરિમાણ માટે સમસ્ત શુલોક સો ગણે બને તથા સમસ્ત પૃથ્વી સો ગણું મહટી બની જાય તો પણ તને છોડી બહાર નિકળી શકતા નથી. હે વજિન ! હજાર સૂર્યો પણ તારે અનુભવ કરી શકતા નથી. વધારે તે શું પણ ઘાવા પૃથ્વી પણ તને વ્યાપીને બહાર નીકળી શકતા નથી. અર્થાત–સર્વ દેવોમાં તું સૌથી હેટામાં રહે છે–તારાથી હોટે બીજો કોઈ દેવ નથી.
મહાભારતમાં સર્ષની માતા કકુ ઈન્દ્રની સ્તુતિ કરતાં કહે છે કેईशोह्यसि पयः स्रष्टुं त्वमनल्पं पुरन्दर । त्वमेव मेघस्त्वं वायु-स्त्वमग्निविधुतोऽम्बरे ॥ ९॥ स्रष्टा त्वमेव लोकानां संहर्ता चापराजितः। त्वं ज्योतिः सर्वभूतानां त्वमादित्यो विभावसुः ॥११॥ त्वं महद्भुतमाश्चर्य त्वं राजा त्वं सुरोत्तमः । त्वं विष्णुस्त्वं सहस्राक्षस्त्वं देवस्त्वं परायणः ॥१२॥
| (ws મા. સાવિ vs ઝs ૨૬ ). - અર્થ–હે પુરંદર ! તું પુષ્કળ પાણું સર્જવાને સમર્થ છે. તું મેઘ છે. તુજ વાયુ છે. તું જ અગ્નિ છે. આકાશમાં વિજળીરૂપ તુંજ છે. ત્રણ લેકને સર્જનાર તું છે. કેઈથી જીતાય નહિ તેવો સંહાર કરનાર પણ તું જ છે. તું સર્વભૂતની જ્યોતિરૂપ છે. તું આદિત્ય છો. વિભાવસુ પણ તું જ છે. આશ્ચર્યજનક મહાભૂત તું જ છે. તે રાજા છો. દેવોમાં ઉત્તમ દેવ તું જ છે. તે વિષ્ણુ છે. તું હજાર આંખવાળો ઇન્દ્ર છો. તું પરાત્પર દેવ છે. (૯-૧૧-૧૨)
આ પ્રમાણે બધા દેવોમાં ઈદ્રની મોટાઈ સ્થાપિત થયા પછી ઈજ ઉપાસ્ય તરીકે બહાર આવે છે અને જનસમાજમાં ખૂબ પૂજા પ્રતિષ્ઠાને પામે છે.