________________
૨૨
સૃષ્ટિવાદ અને ઈશ્વર
વૈિદિક સૃષ્ટિ–ઈશ્વરવાદ.
मू० ईसरेण कडे लोए पहाणाइ तहावरे । जीवाजीवसमाउत्ते सुहदुक्खसमन्निए ॥
| (સૂચ૦ ૨ા૨ા રૂ. ૬) छा० ईश्वरेण कृतो लोकः प्रधानादि(ना) तथापरः ।
जीवाजीवसमायुक्तः सुखदुःखसमन्वितः ॥
ભાવાથ–જીવ અજીવથી વ્યાપ્ત અને સુખદુઃખયુક્ત આ લોક ઈશ્વરનો કરેલ છે (એમ કેટલાએક કહે છે). તેમજ બીજા કહે છે કે પ્રધાન–પ્રકૃતિ આદિ શબ્દથી કાલ, સ્વભાવ, નિયતિ, યદચ્છા વગેરેથી લોક બનેલો છે.
વિવેચન–છઠી ગાથામાં “ રે સ્ત્રી એ પદથી ઈશ્વરની ઉપસ્થિતિ થાય છે. બ્રહ્મવાદ પછી કેટલેક સમયે ઇશ્વરવાદની શરૂઆત થાય છે. એ બન્નેની વચ્ચે એક ઈન્દ્રવાદ પ્રચલિત થયો છે. તે ઈશ્વરવાદની ભૂમિકારૂપ હોવાથી તેને ઉલ્લેખ અત્રે છોડી દેવો ઉચિત નથી; માટે તેને વિચાર કરીએ.
ઈન્દ્રવાદ. બ્રહ્મવાદથી દેવવાદને જ્યારે અપકર્ષ થવા લાગે ત્યારે દેવવાદમાંથી ઈન્દ્રવાદને આવિર્ભાવ થાય છે. અનેક દેવોમાંથી એક દેવવાદનું આવિષ્કારણ તે આગળ જણાવી ચુક્યા છીએ. તેમાં એક નામનિર્દેશ સ્પષ્ટરૂપે પ્રતીત થતું નથી પણ જ્યારે એક બ્રહ્મવાદને પ્રચાર થવા લાગ્યો ત્યારે દેવામાંથી એક દેવ સ્પષ્ટ નામ નિર્દેશરૂપે બ્રહ્મના સ્ટેજ ઉપર પ્રગટ થાય છે અને તેનું નામ છે ઇન્દ્ર. સામવેદ અને કૌશીતકી બ્રાહ્મણોપનિષદે એને સ્પષ્ટપણે સ્વીકાર કર્યો છે. જુઓ: