________________
વૈદિક સૃષ્ટિ-બાવાદ
૨:
ભાવાર્થ-બ્રહ્મવેત્તાને કઈ દેવતા વાળ વાંકે કરી શકતો નથી, કેમકે બ્રહ્મજ્ઞાની જ તે દેવતાનો આત્મા છે. જે માણસ એમ જાણે છે કે દેવતા અન્ય છે અને હું અન્ય છું, એમ જાણીને વળી જે દેવતાની ઉપાસના કરે છે તે માણસ ખરી રીતે દેવતાનો પશુ છે. જેમ પશુ મનુષ્યનો જીવનનિર્વાહ કરે છે તેમ એક એક અજ્ઞાની પુરૂષ દેવતાનું પોષણ કરે છે. જ્યારે એક પશુ ચોરાયાથી તેના સ્વામીને દુ:ખ થાય છે, તે ઘણા પશુ ચોરાયાથી વધારે દુઃખ થાય, તેમાં તે પુછવું જ શું? એ અનુભવસિદ્ધ વાત છે. એટલા માટે દેવતાઓને બ્રહ્મજ્ઞાન પ્રિય લાગતું નથી. દેવતાઓને એ ભય લાગે છે કે અમારા સેવક બ્રહ્મજ્ઞાની બની અમને છેડી ન દે.
આમાં દેવોપાસક અને બ્રહ્મોપાસકની હરિફાઈ સ્પષ્ટ પ્રતીત થાય છે. બ્રહ્મને ન જાણનારને દેવતાના પશુ તરીકે દર્શાવેલ છે. અર્થાત-બ્રહ્મા પાસક દેવપાસકને પશુ તરીકે ઓળખાવે છે. બ્રહ્મોપાસકને દેવતા કંઇ કરી શકતા નથી એમ બતાવીને બ્રહ્માની પાસે દે કંઇ વિસાતમાં નથી એમ જણુવ્યું છે. બ્રહ્મ, બ્રહ્મજ્ઞાન અને બ્રહ્મોપાસનાની પ્રશંસા કરતાં દેવ અને દેવપાસનાની તુચ્છતા દર્શાવી છે. એકંદરે દેવવાદને ઉતારી પાડી બ્રહ્મવાદનું સમર્થન કરવામાં આવ્યું છે. તેથી દેવવાદ પછી બ્રહ્મવાદન ક્રમ ઉચિત જ છે, એટલા માટે ગાથામાં લેવઉત્ત’ પછી ‘મહત્ત’ શબ્દની યોજના થઈ છે તે પૂર્ણતયા અર્થસૂચક છે.
આ સંદર્ભ ઉપરથી જણાશે કે બંભ શબ્દનો અર્થ બ્રહ્મા ન કરતાં બ્રહ્મ કરવો વધારે ઉચિત છે, કેમકે બ્રહ્માને સૃષ્ટિકર્તા તરીકે આવિર્ભાવ ઉપનિષતકાલમાં નહિ પણ પુરાણકાલમાં છે. (૫)