________________
સૃષ્ટિવાદ અને ઈશ્વર
બ્રહ્મ અને સૃષ્ટિ બ્રહ્મથી જગતની ઉત્પત્તિ, બ્રહ્મમાં જગતની સ્થિતિ અને બ્રહ્મમાં જગતને લય થાય છે એ વાત પહેલાં પણ છાન્દીપનિષનાં ઉદ્ધરણદ્વારા બતાવી ચૂક્યા છીએ, અને બાદરાયણપ્રણીત બ્રહ્મસૂત્રના આરંભમાં પણ દર્શાવવામાં આવી છે. જુઓ“ગમાથી ચતઃ ”
(રહ્યા. ખૂ. ૨.૨ ૨) અર્થ–જન્મજગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય જે બ્રહ્મમાંથી થાય છે.
આ ઉપરથી “લમપુર શબ્દનો અર્થ વ્યક્ત થઈ જાય છે; અર્થાત–વિશ્વરૂપી વૃક્ષ બ્રહ્મમાંથી ઉગેલ છે, એમ અપરે એટલે બ્રહ્મવાદીઓ કહે છે. એ વાત દાર્શનિક જગતમાં બિસ્કુલ સત્ય પ્રમાણિત થાય છે.
દેવવાદ પછી બ્રહ્મવાદ, સંહિતાકાલમાં યજ્ઞઠારા જે અનેક દેવની ઉપાસના ચાલતી હતી તે એક દેવરૂપે પરિણત થયા પછી ઉપનિષતકાલમાં એક અદ્વિતીય બ્રહ્મરૂપે પ્રગટ થાય છે. ઉપનિષતકાલ એ દેવ અને બ્રહ્મને સંઘર્ષ કાલ છે. બ્રહ્મોપાસનાથી દેવોને ખેદ થતો બૃહદારણ્યકમાં જોવામાં આવે છે. જુઓ:
तस्य ह न देवाश्च नाभूत्या ईशते । आत्मा ह्येषां स भवति । अथ योऽन्यां देवतामुपासतेऽन्योऽसावन्योऽहमस्मीति न स वेद यथा पशुरेवं स देवानाम् । यथा ह वै बहवः पशवो मनुष्यं भुञ्ज्युरेवमेकैकः पुरुषो देवान् भुनक्त्येकस्मिन्नेव पशावादीयमानेऽप्रियं भवति किमु बहुषु ? । तस्मादेषां तन्न प्रियं यदेतन्मनुष्या विद्युः ।
(વૃદ્ધતા કા ૨૦ )