________________
વૈદિક સૃષ્ટિ–બ્રહ્મવાદ
૧૯
વક્યથી શરૂ થાય છે. યાજ્ઞવક્યનો પિતાના કાકા અને ગુરૂ વૈશંપાયન સાથે અમુક બાબતમાં વિરોધ થવાથી વેદવિદ્યાથી તેનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. તેથી તેણે હિમાલય ઉપર જઈ સૂર્યનું તપ કરી યજુર્વેદની વાજસનેયી શાખા સ્વતંત્રપણે પ્રવર્તાવી હતી. જુની શાખા કૃષ્ણયજુર્વેદરૂપે અને નવી શાખા શુકલયજુર્વેદરૂપે ચાલુ થઈ હતી. મિથિલા નગરીમાં જનક રાજાએ બહુદક્ષિણા નામનો યજ્ઞ આરંભ્યો હતો. એકેક ગાયનાં બન્ને શીંગડાંઓમાં દશ દશ પતરા સોનાના જડાવી તેવી એક હજાર ગાયો દક્ષિણ તરીકે તેને આપવાની હતી કે જે બ્રહ્મવિદ્યામાં સૌથી શ્રેષ્ઠ નિકળે. આ દાનને અધિકાર યાજ્ઞવલ્કયને પ્રાપ્ત થયો હતો કારણ કે તેમણે બીજા બધા ઋષિઓને હરાવ્યા હતા. તેમના પ્રત્યે પ્રશ્ન કરનારા તેમના હરીફે નીચે મુજબ હતાઃ અશ્વલઋષિ, આર્તભાગ, ભુક્યુ, ઉષસ્ત, કહેલ, ઉદ્દાલક, ગાર્ગી, શાકલ્ય વિદગ્ધ. એઓ ઘણે ભાગે આધિદૈવિક ચિંતન કરનારા હતા તેમને યાજ્ઞવલ્કયે આધ્યાત્મિક ચિંતનથી બ્રહ્મવિદ્યાના ઉત્તરે આપી વિજય મેળવ્યો હતો. એ હિસાબે જનક રાજાનો સમય તે યાજ્ઞવલ્કક્યને સમય તે બ્રહ્મવિદ્યાને આરંભકાળ. વીરચરિત્રમાં ભવભૂતિએ પણ એજ વાતને પુષ્ટિ આપી છે : स एव राजा जनको मनीषी, पुरोहितेनाङ्गिरसेन गुप्तः । आदित्यशिष्यः किल याज्ञवल्क्यो, यस्मै मुनिब्रह्म परं विववे ॥ સૃષ્ટિવાદનું ચિંતન કરતાં યાજ્ઞવલ્કય પતેજ કહે છે કે ब्रह्म वा इदमग्र आसीत् ।
(હવા૦ ૨T T૨૦ ) અર્થ–સૃષ્ટિના આરંભ પહેલાં એક માત્ર બ્રહ્મ હતું. विज्ञानमानन्दं ब्रह्म।
( વૃદ્ધા રૂ| ૧ | ૨૮ ). અર્થ-વિજ્ઞાનસ્વરૂપ અને આનન્દસ્વરૂપ બ્રહ્મ છે.