________________
૩૪
સુષ્ટિવાદ અને ઈશ્વર હતા. જુઓ કહેતાશ્વતર ઉપનિષહ્માં ઉક્ત વાદને નામોલ્લેખ આ પ્રમાણે થયેલ છે:
कालः स्वभावो नियतिर्यदृच्छा भूतानि योनिः पुरुष इति चिन्त्यम् । संयोग एषां नत्वात्मभावात् आत्माप्यनीशः सुखदुःखहेतोः ॥
(તાશ્ય ૨ા ૨) અર્થ-કાલ, સ્વભાવ, નિયતિ=ભાવભાવ, યદચ્છા અકસ્માત, ભૂત–પાંચ મહાભૂત; પુરૂષ જગતની નિ–કારણ છે એ વાત ચિંતનીય છે, એ બધાને સંયોગ પૂણ કારણ નથી. સુખદુઃખને હેતુ હોવાથી આત્મા પણ જગત ઉત્પન્ન કરવાને અસમર્થ છે.
કાલવાદ. આધ્યાત્મિક ચિંતનકાલમાં ઉપર કહેલી જુદી જુદી માન્યતાઓ પ્રચલિત થઈ હતી. કાલવાદીઓ કાલનેજ જગતનું કારણ માનતા હતા. સ્વભાવવાદી સ્વભાવને (સ્વભાવ એટલે પ્રકૃતિ પણ થઈ શકે છે ) દરેક કાર્યનું કારણ માનતા હતા. નિયતિવાદી ભાવભાવને સુખદુઃખનું કારણ માનતા હતા. યદચ્છાવાદી અકસ્માત-કઈ પણ કારણ વિના કાર્ય હેવાનું માનતા હતા. ભૂતવાદીઓ પંચમહાભૂતથી જ સૃષ્ટિ બનવાનું કહેતા હતા. પુરૂષવાદી પુરૂષને અને આત્મવાદી આત્માને જગત્ નું કારણ માનતા હતા. આ બધા વાદીઓમાં કાલવાદીને પ્રચાર વધારે થયે હતો, એટલું જ નહિ પણ તે વધારે પ્રાચીન પણ હતો. અથર્વ સંહિતામાં તેનો ઉલ્લેખ મળે છે. જુઓઃ ___"कालो भूमिमसृजत काले तपति सूर्यः काले ह विश्वा મૂતાનિ જે ચક્ષુર્વિપરથતિ” (ાથ૦ સં૨૨ દા વરૂાદ)
અર્થ-કાલે પૃથ્વી સર્જી, કાલને આધારે સૂર્ય તપે છે, કાલને આધારે સમગ્ર ભૂત રહેલા છે, કાલના આધારથી આંખ દેખી શકે છે. મહાભારતમાં પણ કાલની મહિમા ખૂબ વર્ણવવામાં આવી છે.
कालः सृजति भूतानि कालः संहरते प्रजाः। संहरन्तं प्रजाः कालं कालः शमयते पुनः ।।