________________
સુષ્ટિવાદ અને ઈશ્વર
यो नः पिता जनिता यो विधाता धामानि वेद भुवनानि विश्वा।
यो देवानां नामधा एक एव - તે સંપન્ન મુવના અંત્યજા |
( To ૨૦ / ૮ર / રૂ. } અર્થ–જે અમારા (ચરાચરના) પિતા (રક્ષક) જન્મદાતા અને વિધાતા છે, જે વિશ્વ-જગતના સમસ્ત ધામને જાણે છે, જે અનેક દેવોનાં નામ ધારણ કરીને પણ એક અદ્વિતીય દેવ છે, તેને જાણવાને માટે અખિલ બ્રહ્માંડ ઉત્સુક છે.
આ ચામાં પણ અનેક નામધારી એક દેવને (ઈંદ્રાદિને) જગતના પિતા તરીકે ઓળખાવેલ છે. ખાલી વેદમાં જ નહિ ઉપનિષદમાંથી પણ આવાં અનેક અવતરણ મળી શકે છે, પણ વિસ્તારભયથી અને લેવામાં નથી આવ્યાં.
बंभउत्ते-ब्रह्मोप्तः
ગાથાના ચતુર્થ ચરણમાં વંમત્ત શબ્દ આવે છે. મૌલિક “ઉત્ત' ને સંસ્કૃત ‘જ એને અર્થ ઉપર પ્રમાણેજ થાય છે એટલે એમાં વિશેષ કહેવાનું રહેતું નથી. વૃક્ષની ઉપમા બનેને સાધારણ રીતે લાગુ પડે છે, એટલું જ નહિ પણ મહાભારતના ઉપર્યુક્ત શ્લોક ૧૩ માં તે “aggઃ તજાતના” જગતને સ્પષ્ટ રીતે બ્રહ્મના વૃક્ષરૂપે આલેખેલ છે. એટલે ઉપ્ત શબ્દના સમન્વયમાં કોઈ પણ બાધા આવતી નથી. વાત રહી માત્ર બ્રહ્મ શબ્દની. દેવ શબ્દનું સ્થાન બ્રહ્મ શબ્દ ક્યારે લીધું અને કેવી રીતે? તેનો થોડે ઈતિહાસ જોઈએ.