________________
વૈદિક સૃષ્ટિ–દેવવાદ
મ્હોટા દેવતરીકે ચુંટાયેલ એક દેવે આ વૃક્ષ વાવ્યું છે, એમ સંહિતાકાળના ઋષિઓ તરફથી પ્રાથમિક જવાબ મળે છે.
સેવવત્ત=સેવપુત્ર શીલાંગસૂરિ કહે છેઃ “યાને ત્રીજો અર્થ રેવારમાં 9 ને લેપ થવાથી રેવપુર મૌલિક અને સંસ્કૃત શબ્દ દેવપુત્ર બને છે. વિઠ્ય પુત્ર દેવપુત્રઃ” અનેક દેવામાંથી એક દેવની સિદ્ધિ તે થઈ ચુકી છે એટલે રેવન્ચ એ એક વચન ઉચિત જ છે. પુત્રસ્થાને લોક યા જગતને ગ્રહણ કરેલ છે. આંહિ પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે દેવ અને લોકને પિતા પુત્ર તરીકેને વ્યવહાર ક્યાંય પણ જણાવેલ છે? હા. વેદ આદિ અનેક સ્થળે પિતા પુત્ર તરીકેનો વ્યવહાર આવેલ છે. જુઓ ઋગવેદમાં– धौम पिता जनिता नाभिरत्र बन्धुमै माता पृथिवी महीयम् उत्तानयोश्चम्वोर्योनिरन्तरता पिता दुहितुर्गर्भमाधात्
( ૦ ૨૫ ૨૬૪. રૂરૂા) ભાવાર્થઘલોક એટલે (કેઈ ઠેકાણે ઘુલોકનો અર્થ દ્ર અથવા પર્જન્ય–મેઘ પણ કરેલ છે) આદિત્ય મારા પિતા પાલક, જનિતા=જનક-ઉત્પાદક છે. કેમકે નાભિરૂપ ભૌમરસ છે, કે જેનાથી અન્ન નિપજે છે, અન્નથી વીર્ય અને તેનાથી મનુષ્ય પેદા થાય છે. તેમજ આ મેટી પૃથ્વી માતા છે-માતૃસ્થાનીય છે. ઘુલોક અને પૃથ્વીની વચ્ચે અંતરિક્ષ છે તે યોનિ છે. તેમાં સૂર્ય (ઇન્દ્ર યા મેઘ) દૂર રહેલ પૃથ્વીમાં ગર્ભ ધારણ કરાવે છે. ગર્ભ અંહિ વૃષ્ટિરૂપ સમજો.
આમાં સૌથી મોટા દેવને પિતારૂપે કલ્પેલ છે. તેનાથી મનુષ્ય પશુ પક્ષી વગેરે ઉત્પન્ન થાય છે અને પળાય છે તેથી લોકને દેવપુત્રરૂપે જે આલેખેલ છે તે કપોલકલ્પિત નહિ પણ વેદમૂલક છે. જુઓ વધારે સ્પષ્ટ બીજી ઋચા: