________________ 416. સૃષ્ટિવાદ અને ઈશ્વર (3) ઇશ્વર સાધનને પિતે બનાવે છે અને પિતાની ઈચ્છાનુસાર ગુણ તથા યોગ્યતા આપે છે. તેના નિર્વાચનમાં બુદ્ધિમત્તા દેખાતી નથી. (4) સાધનને પ્રયોગ તેજ કરે છે જેને કંઈ મુસીબત જણાતી હોય. ઈશ્વરને અવશ્ય કઈ મુસીબત જણાતી હશે? ઈશ્વરે શૂન્યમાંથી સૃષ્ટિ બનાવી કે પિતામાંથી જે શૂન્યમાંથી પ્રકૃતિ બનાવી અને પ્રકૃતિમાંથી સંસાર બનાવ્યો તે શૂન્યમાંથી પ્રકૃતિને બદલે સંસારજ કેમ ન બનાવ્યો? સાયન્સનો તે સિદ્ધાંત છે કે કઈ પણ વસ્તુ શૂન્યમાંથી ઉત્પન્ન થઈ શકતી જ નથી. જો કહે કે શુન્યમાંથી નહિ પણ પિતામાંથી જ પ્રકૃતિ બનાવી, જેવી રીતે કરોળીયો પોતામાંથી જાળ બનાવે છે, તે એ પણ ઠીક નથી. કરોળીયામાં બે વસ્તુ છે. ચેતન અને પ્રકૃતિ–શરીર. જીવ વિશેષ પ્રકારથી શરીરસ્થિત પરમાણુસમૂહમાંથી જાળ બનાવે તેમાં અસંગતિ નથી; પણ ઈશ્વર પરમાણુ વિના પોતામાંથી જગત કે પ્રકૃતિ બનાવે તે અસંગત છે. અપ્રાકૃતિક વસ્તુમાંથી પ્રાકૃતિક વસ્તુ નીકળે તે સંભવિત નથી. પ્લેટને અભિપ્રાય. અનંત કાલથી અપરિવર્તનીય પરિવર્તનશીલ પદાર્થની સાથે સંમિલિત આવી રહેલ છે તેથી જગત અનાદિ અનંત બહિ: પ્રકાશ માત્ર છે. ન્યુ પ્લેટોનિષ્ટના અભિપ્રાય ઈશ્વર અને જગત બન્ને સમાન રૂપે અનાદિ અનંત છે. ગ્રીસને પ્રાચીન મત (એરિસ્ટોટલ). જગતનું રૂપ અને સ્થિતિકાલ અનાદિ અનંત છે.