________________
--
સુષ્ટિ સંબંધમાં પાશ્ચાત્ય દાર્શનિકે શું કહે છે? ૪૧૫
પીટર ધિ લોમ્બાર્ડનો અભિપ્રાય. ઈશ્વર સૃષ્ટિમાં સ્વતંત્ર છે કે પરતંત્ર? જે સ્વતંત્ર હોય તે રુષ્ટિનું જ્ઞાન તેને પહેલાં નહિ હોય કેમકે નિશ્ચય જ નહિ હોય કે સૃષ્ટિ થશે યા નહિ. જે પ્રથમ જ્ઞાન છે તો તે જ્ઞાનને અનુસારજ સૃષ્ટિ થશે; તેમાં ઈશ્વરની સ્વતંત્રતા ન રહી.
સૃષ્ટિની પહેલાં ઈશ્વર કયાં રહ્યો હશે? કેમકે સૃષ્ટિ પહેલાં કોઈ સ્થાન તે છે નહિ.
ઈશ્વરની વર્તમાન સૃષ્ટિથી બીજી કોઈ ઉત્તમ સૃષ્ટિ બની શકે કે નહિ ? જે ન બની શકે તો ઇશ્વર સર્વશક્તિમાન ન રહ્યો. જે બીજી ઉત્તમ સૃષ્ટિ થઈ શકે તે હમણુજ ઉત્તમ સૃષ્ટિ શા માટે ન બનાવી ?
ચ૦ ૩૦ Éિ૦ પૃ૦ દદ–સારાંશ. છુટક છુટક શંકાઓ. આરંભમાં પર્યાપ્ત કારણ પ્રકૃતિના પરમાણુઓ સૃષ્ટિ ઉત્પન્ન કરવામાં સમર્થ હતા તે આજકાલ વિનાબીજ વૃક્ષ ઉગાડવામાં વિનામાબાપ પુત્ર પેદા કરવામાં, એકસીજન–હાયડ્રોજન વિના પાણી ઉત્પન્ન કરવામાં, વિનાજલ બર્ડ બનાવવામાં અને વિના માટી પર્વત બનાવવામાં કેમ સમર્થ થતા નથી ?
પ્રકૃતિ ઉપાદાન અને ઈશ્વર નિમિત્ત માનીએ તો ઈશ્વર કુંભારસ્થાનાપન્ન થશે.
ઇશ્વરની અપશકિતમત્તાનાં કારણે. (૧) ઇશ્વર સાધનની સિદ્ધિ માટે સાધનનો પ્રયોગ કરે છે માટે ઈશ્વર સર્વશક્તિમાન નહિ સિદ્ધ થાય.
(૨) ઈશ્વર સાધનોને બુદ્ધિ અને વિચારપૂર્વક પ્રયોગ કરે છે માટે સર્વશક્તિમાન નહિ.