________________
૪૧૪
સૃષ્ટિવાદ અને ઈશ્વર
કાર્યકારણુભાવ. એવી જ રીતે દરેક કાર્યનું નિયત પૂર્વ કોઈ કારણ છે કે કારણ વિનાનું પણ કાર્ય છે? જે સમસ્ત સંસાર કારણથી નિયત છે તે કારણોની અવસ્થા છે, કેમકે કોઈ આદિકારણ સ્વતંત્ર નથી. જે આદિકારણ કે માનવામાં આવે તે તે આદિકારણ શું અમુક કાલ સુધી સ્વતંત્ર નિષ્કાર્ય રહીને પછી કોઈ કાર્યને ઉત્પન્ન કરે છે? એમ શા માટે? શું તેમાં કાર્યોત્પાદન શક્તિ પાછળથી આવી? પાછળથી આવી તે ક્યાંથી આવી? આ મુશ્કેલીથી ન આદિકારણ માનવાથી સંસાર બને છે ને ન–માનવાથી બને છે.
શું સ્વતંત્ર ઈશ્વર સંસારનું કારણ છે?
જે સ્વતંત્ર ઈશ્વર સંસારનું કારણ માનવામાં આવે તે એક પ્રશ્ન એ ઉઠે છે કે તે ઈશ્વર સંસારની અંદર છે કે વ્હાર ? જે અંદર છે તે તે આરંભમાં હશે કે સમસ્ત સંસાર સ્વરૂપ હશે? આરંભમાં હોય તે આરંભને તે એક જ ક્ષણ છે, તે તેની પહેલાં કેઈ ક્ષણ હતો કે નહિ? જો હા તો આરંભને આરંભ જ ન કહી શકાય. અગર આરંભ પહેલાં ક્ષણ ન હતું તે તે અસંભવિત છે, કેમકે કાલ અનાદિ અનંત છે. યદિ અષ્ટાને સૃષ્ટિની હાર માનવામાં આવે તે દેશકાલ પણ સૃષ્ટિની અંતર્ગત છે, એટલે સ્ત્રષ્ટા દેશકાલથી અતીત થયો. દેશકાલાતીતને દેશકાલ સાથે સંબંધ થવો અશક્ય છે. ન તેનાથી દેશકાલાવચ્છિન્ન સૃષ્ટિ બની શકે.
- ઉપસંહાર. . આ રીતે કારને મતે અનેક વિરોધ ઉભા થવાથી સૃષ્ટિવાદ માનવ ઉચિત નથી, અર્થાત કાલ અનાદિ અનંતની માફક સંસાર પણ અનાદિ અનંત માનવો ઉચિત છે.
ગુર૦ fo g૦ ૨૨૮–સારાંશ