________________
સૃષ્ટિ સંબંધમાં પાશ્ચાત્ય દાર્શનિકે શું કહે છે? ૪૧૩ સૃષ્ટિ સંબંધમાં પાશ્ચાત્ય દાર્શનિકે શું કહે છે?
કાન્ટને મત. જે સંસાર દેશ અને કાલથી પરિચ્છિન્ન નથી તે અનંત અંશોને જોડવાથી બન્યો છે. આ અનંત અંશોને જોડવામાં અનંત કાલ લાગે છે. એ કાલ તે વીતી ચુક્યો છે. વીતેલો કાલ અનંત શી રીતે થઈ શકે? એટલા માટે સંસારને દેશકાલથી પરિચ્છિન્ન માનવો જોઈએ. પણ તેમાં હોટી મુશ્કેલી છે, કેમકે સંસારનો અર્થ છે પ્રત્યક્ષ યોગ્ય વિષયોને સમૂહ. તે જે પરિચ્છિન્ન છે તે પરિચ્છેદક દેશ એનાથી
હાર હોવો જોઈએ તે હારને દેશ પ્રત્યક્ષ યોગ્ય નહિ રહે, અર્થાત તે અમૂર્ત કરશે અને એમ થયું તે મૂર્ત અને અમૂર્તને સંબંધ સ્થાપિત થશે કે જે અસંભવિત છે. આ વિરોધથી સંસારને ન તો પરિચ્છિન્ન કહી શકાશે તેમ ન અપરિચ્છિન્ન કહી શકાશે.
પરમાણુઓથી બનેલ સંસાર? એમજ જે સંસાર પરમાણુઓથી બનેલ માનવામાં આવે તો પરમાણુ મૂર્ત છે કે અમૂર્ત ? જે મૂર્ત હોય તો તેને વિભાગ થઈ શકે છે. જે અમૂર્ત છે તો તેનાથી મૂર્તનો આવિર્ભાવ શી રીતે થાય ? કેમકે અસતને સત થઈ શકતું નથી. એટલા માટે પરમાણુ ન મૂત છે ન અમૂર્ત. અર્થાત પરમાણુ કઈ ચીજ નથી.
સંસાર મિશ્ર વસ્તુઓથી બનેલ છે?
જે સંસાર મિશ્ર વસ્તુઓથી બનેલ માનવામાં આવે તો અવયવીઓથી બનેલ માનવો પડે. અવયવીને અવયવ અવશ્ય હોવા જોઇએ. અવયવો એજ પરમાણુ રૂપ સિદ્ધ થયા. હવે મોટી આપત્તિ આવી પડી કે પરમાણુ છે કે નહિ?