________________
૩૯૬
સુષ્ટિવાદ અને ઈશ્વર
મહાવિદેહ ક્ષેત્રમાં તે સદા સરખે કાલ છે, એટલે ત્યાં તે હમેશાં તીર્થકર હોય જ છે.
બાર ગુણ. (૧) અનન્તજ્ઞાન. (૨) અનન્ત દર્શન. (૩) અનન્ત ક્ષાયક ચારિત્ર. (૪) અનન્ત સુખ. (૫) અનન્ત બલવીર્ય. (૬) અનન્ત ક્ષાયક સમ્યફત્વ. (૭) વજઋષભનારાચ સંઘયણ. (૮) સમચરિંસ સહાણ. (૯) ચેત્રીશ અતિશય. (૧૦) પાંત્રીશ વાણીના ગુણ. (૧૧) એક હજાર આઠ ઉત્તમ લક્ષણ. (૧૨) ચેસઠ ઈદ્રોથી પૂજનીયતા. | તીર્થકરે કેવલીના પણ નાયક ગણાય છે, તેથી કેવલી જિન કહેવાય છે અને તીર્થકરે જિતેંદ્ર કહેવાય છે. આ કેવલી અને તીર્થકરે મલી અરિહંત ગણાય છે. તેમને પ્રથમ પદથી “મે અરિહંતાણું” એ પદથી નમસ્કાર કરવામાં આવે છે. એ જૈનાભિમતા પ્રથમ ઈશ્વર છે. આંહિ ઈશ્વર શબ્દને અર્થ પૂર્ણ આત્મિક સામર્થન વાન ત્યાં પૂર્ણ ઐશ્વર્યવાન એટલો જ થાય છે. ઈશ ધાતુથી બનેલ ઈશ્વર શબ્દમાંથી એજ અર્થ નીકળે છે. કર્તવ, કૃતિ કે પ્રયત્ન એ અર્થ એ ધાતુમાંથી નીકળી શકતો નથી. સામર્થને અર્થ એવો થત નથી કે તેણે જગત્મા ઉપર પોતાનું સામ્રાજ્ય જમાવવું. એને અર્થ એ થાય છે કે આજસુધી જે આત્મા જડ પદાર્થ-પુદ્ગલ દ્રવ્યની સત્તા નીચે દબાયલો હત-કર્મની આજ્ઞાને આધીન હતું તે આત્માએ કર્મના દલને ચૂર્ણ કરી, કર્મની સત્તાને જડમૂળથી ઉખેડી નાખી, અનંતજ્ઞાન અને અનંતદર્શનરૂપી પિતાની અતુલ સમૃદ્ધિને કજો મેળવી, સ્વાભાવિક પર્યાયની સત્તા ઉપર પૂર્ણ સ્વતંત્રપણે પિતાનું સામ્રાજ્ય જમાવવું અને અનંત પરમાનંદમાં લીન રહેવું યા પૂર્ણ બ્રહ્મપદ પ્રાપ્ત કરવું અને જગમાં-ભવસાગરમાં ડુબકીઓ ન ખાતાં જગતની સપાટી ઉપર સ્થિર થઈ જવું, જન્મ જરા મરણના દુઃખને સર્વથા અંત કરીને નિજાનંદમાં અનંતકાલ માટે લયલીન થઈ જવું. એજ