________________
૩૯૪
સુષ્ટિવાદ અને ઈશ્વર
વૈભાવિક પર્યાયરૂપ છે માટે જગતની સાથે ઈશ્વરનો મેળ મળે તેમ નથી. ઈશ્વર તે શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમશુદ્ધ આનંદમય અને વિજ્ઞાનમય છે. તે શુદ્ધચેતનભાવનાજ કર્તા છે, પરભાવને કતી નથી. सुज्ञेषु किं बहुना ?
જૈન ઈશ્વર : અરિહંત અને સિદ્ધ ભગવાન.
આઠ કર્મોમાંથી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાયએ ચાર ઘાતકર્મોને સર્વથા ઉચ્છેદ કરવાથી કેવલજ્ઞાન, કેવલદર્શન, લાયક ચરિત્ર અને અનંતવીર્યની પ્રાપ્તિ કરનાર આત્મા અહંત કહેવાય છે. આ અહંત જીવન્મુક્ત હોય છે. રાગદ્વેષને સર્વથા ક્ષય થવાથી વીતરાગ પદ ધારણ કરનાર અર્હત આખા વિશ્વને– સર્વ પ્રાણીઓને આત્મવત માને છે. તેના ઉપર શત્રુ કે મિત્ર ભાવ ન હોવાથી પૂર્ણ સમદર્શી હોય છે. એમને ત્યાગ અને વૈરાગ્ય પરિપૂર્ણ હોય છે. જગતની કઈ પણ લાલસા એમના મનમાં હેતી નથી. આશા અને તૃષ્ણ એમના ચરણની દાસી હોય છે. અઢારે પાપસ્થાનકને સર્વથા ત્યાગ કરેલ હોય છે. આયુષ્યકમ બાકી હોય ત્યાંસુધી તે તેરમા સયાગી કેવલી ગુણસ્થાનકે બિરાજમાન હોય છે. ચરમશરીરી હોવાથી બીજો ભવ તેમને ધારણ કરવાને હેતો નથી. આ ભવને અંતિજ આયુષ્યકર્મની સાથે વેદનીય, નામ અને ગોત્ર કર્મ સમાપ્ત કરી અગી ગુણસ્થાનકે પાંચ હસ્વ અક્ષર ઉચ્ચારણકાલ પર્યત રહી તેમને મુક્તિપદ પ્રાપ્ત કરવાનું હોય છે. કેવલજ્ઞાન અને કેવલદર્શન શિવાય બીજે ક્યાંય પણ તેમનું લક્ષ્ય જતું નથી. શરીરધારી છતાં મુક્તિદશાનું અનંત સુખ મહાણ રહ્યા છે. એટલા માટે જ તેઓ જીવન્મુક્ત કહેવાય છે. નમસ્કરણય પાંચ પરમેષ્ઠી પદમાં પ્રથમ નંબર અરિહંતને છે કેમકે નમો અરિહંતાણં પહેલાં અને પછી “નમે સિદ્ધાણં'. તેઓ નીચે દર્શાવેલ ૧૮ દોષરહિત અને બાર ગુણે કરી સહિત હોય છે.