________________
E
જૈન જગત – લકવાદ
૩૩
પુરૂષાર્થ એ પાંચને સમન્વય છે જેનું સ્વરૂપ કેટલુંક દાર્શનિક ઉત્તર પક્ષ પ્રકરણમાં બતાવેલ છે અને વધારે વિસ્તાર “કારણસંવાદ નામની પુસ્તિકામાં છે ત્યાંથી જિજ્ઞાસુએ જોઈ લેવું. આ પાંચ સમવાયિકારણના નિમિત્તથી જગતની હાનિ, વૃદ્ધિ, વિચિત્રતા, મનુષ્ય, પશુ, પક્ષી, કીટ, રાજા, રાંક, સૌભાગી, દુર્ભાગી, બુદ્ધિમાન, નિબુદ્ધિ, નદી, સરોવર, પહાડ ગામ, નગર, વન, જંગલ વગેરે સર્વ સાકાર દસ્ય બન્યાં છે, બને છે અને બનશે. પૃથ્વી, પાણું, આગ, વાયુ અને વનસ્પતિ એ સર્વ એકેન્દ્રિય જીવોનાં શરીરરૂપ છે. શરીરને બનાવનાર ખુદ જીવ છે, કારણકે “૩rs fraugયા ” શરીર રૂ૫ અજીવ જીવને આધારે રહેલ છે અને જીવે તેને બનાવેલ છે. “કtવા પgિયા' જેવો કર્મને આધારે રહેલ છે, એટલે કર્મના યોગથી જીવોજ ન્હાનાં યા મ્હોટાં શરીર બનાવે છે. જીવ અને પુદ્ગલથી આખું જગત ઠાંસોઠાંસ ભર્યું છે. એક સરસવ માત્ર પૃથ્વી પણ સૂક્ષ્મ તથા બાદર છવ વિનાની ખાલી નથી. જગતમાં જે કંઈ દેખાય છે તે સર્વ જીવોનાં વર્તમાન શરીર અથવા ભૂતકાલીન શરીર છે; જેમકે લીલું વૃક્ષ એ વૃક્ષના અસંખ્ય જીવોએ મલીને બનાવેલ છે, સુકું લાકડું તે વનસ્પતિના જીવોએ બનાવીને છેડેલ અચિત્ત શરીર છે. પહાડને પૃથ્વીના અસંખ્ય છ મલીને બનાવે છે. નદીને કે સમુદ્રને પાણીના અસંખ્ય જીવો મલીને બનાવે છે. એમ સ્થાવર ચીજે સ્થાવર છની બનાવેલ છે અને ત્રસ શરીરે ત્રસ જીવનાં બનાવેલ છે. કર્મયુગલની રચના છવો કરે છે અને શરીરપુગલની રચના પણ છ કરે છે. જગતની રચના માટે ઈશ્વરનું ક્યાંય પણ સ્થાન નથી. જગતની રચના રાગદ્વેષવાળા જીવોની કૃતિ છે, જ્યારે ઈશ્વર રાગદ્વેષ અને કષાયરહિત નિર્દોષ હોવાથી યા કર્મરહિત હોવાથી તે સ્વાભાવિક પર્યાયનાજ કર્તા થઈ શકે છે. વૈભાવિક પર્યાયના કર્તા ન બની શકે. જગત છે તે