________________
-
૩૯૨
સુષ્ટિવાદ અને ઈશ્વર
ધીરે આત્મશુદ્ધિ થતાં ઉચ્ચ ગતિ પ્રાપ્ત કરી થોડા વખતમાં જન્મ જરા મરણનાં સર્વ દુઃખને અંત આવી જાય છે.
(મio –૨૦ ફૂટ રૂ૦૬) સાતવેદનીય અને અસતાવેદનીય કર્મ.
[પ્રશ્નોત્તર] ગૌતમ–ભત! જીવ સાતવેદનીય કર્મ કેવી રીતે બાંધે છે?
શ્રીમહાઇ–ગૌતમ ! પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વ એ સર્વ જીવોની અનુકંપા રાખવાથી, તેમને દુઃખ ન દેવાથી, શોચન કરાવવાથી, જુરણા ન કરાવવાથી, તેમનાં આંસુ લૂછવાથી, કુદણ પિટ્ટણ ન કરાવવાથી અને પરિતાપના–કલેશ ન ઉપજાવવાથી જીવ સાતવેદનીય કર્મ બાંધે છે. તેને પરિણામે આવતે ભવે જીવ આરોગ્ય, તનદુરસ્તી અને સ્વાસ્થ પામે છે.
ગૌતમ–ભંતે ! છ અસાતવેદનીય કર્મ શાથી બાંધે છે ?
શ્રીમહા –ગૌતમ ! બીજા પ્રાણીઓને દુઃખ આપવાથી, શેકગ્રસ્ત-દિલગીર કરવાથી, સૂરણું કરાવવાથી, આંસુ ખેરવાવવાથી, કુદણ પિટ્ટણું કરાવવાથી, પરિતાપના–ખેદ ઉપજાવવાથી છે અસતાવેદનીય કર્મ બાંધે છે. તેને પરિણામે જીવ આવતે ભવે રોગ, ગ્લાનિ, આધિ, વ્યાધિ, ઉદ્વેગ, દૈન્ય વગેરે દુઃખ પામે છે.
(મ... દા ૪૦ ૨૮૬) કર્મબંધને વધારે વિસ્તાર પન્નવણુસૂત્રના ૨૩ માં પ્રકૃતિ પદમાં અને ભગવતી સૂત્રના આઠમા શતકના નવમા ઉદ્દેશામાં કમ્માશરીર પગબંધના અધિકારમાં જઈ લેવો. ગ્રંથવિસ્તારના ભયથી અત્રે નથી લખ્યું.
સંક્ષેપમાં કહેવાનું એટલું જ છે કે જીવ અને પુદગલના યોગથી જગતનું વૈચિત્ર્ય સિદ્ધ થાય છે. જીવ અને પુદ્ગલની પરિણતિ વચ્ચે કારણ તરીકે કાલ, સ્વભાવ, નિયતિ, પ્રારબ્ધ-પૂર્વકર્મ અને