________________
-
વૈદિક સૃષ્ટિ–દેવવાદ
१३ એજ રૂપક ઉપનિષદોમાં પણ દષ્ટિગોચર થાય છે. જુઓ મુંડક અને વેતાશ્વ ઉપનિષદ્ : समाने वृक्षे पुरुषो निमग्नोऽनोशया शोचति मुह्यमानः जुष्टं यदा पश्यत्यन्यमीश-मस्य महिमानमिति वीतशोकः ।
( मुंड०३।१) ભાવાર્થ–યપિ એકજ સંસારરૂપી વૃક્ષમાં જીવાત્મા અને પરમાત્મા બન્ને સંબંધ કરી રહેલ છે, તો પણ તેમાંથી એક (જીવાત્મા) ભોગમાં આસક્ત થવાથી શેક તથા મેહજન્ય દુઃખને અનુભવ કરે છે અને પરમાત્મા શોકરહિત રહે છે. જ્યારે જીવાત્મા યોગાભ્યાસ દ્વારા જ્ઞાનય પરમાત્માને જુએ છે ત્યારે તે પણ વીતશોક થઈ જાય છે.
स वृक्षकालाकृतिभिः परोन्यो यस्मात्प्रपश्चः परिवर्ततेऽयम् । ..............................
..............................( श्वेताश्व० ६।६) शांकरभाष्ये-आत्मा यद्यपि संसारवृक्षकालाधाकृतिषु तत्तदाकाररूपेणैव तत्र तत्र प्रविष्टः.........
ભાષ્યકારે વૃક્ષ શબ્દનો અર્થ સંસારરૂપ વૃક્ષ કર્યો છે. એજ સંસારરૂપી વૃક્ષ મહાભારતમાં વધારે વિસ્તારથી વર્ણવેલ છે. જુઓ
अव्यक्तबीजप्रभवो बुद्धिस्कन्धमयो महान् महाहंकारविटप इन्द्रियान्तरकोटरः ॥१२॥ महाभूतविशाखश्च विशेषप्रतिशाखवान् सदापर्णः सदापुष्पः शुभाशुभफलोदयः ॥१३॥ आजीव्यः सर्वभूतानां ब्रह्मवृक्षः सनातनः एनं छित्त्वा च भित्त्वा च तत्वज्ञानासिना बुधः ॥१४॥ हित्वा सङ्गमयान् पाशान् मृत्युजन्मजरोदयान् निर्ममो निरहंकारो मुच्यते नात्र संशयः ॥१५॥
(म० भा० अश्व० प० । ३५।४७)