________________
૧૨
સૃષ્ટિવાદ અને ઈશ્વર
ઝાડ યા છોડ જેમ વાવ્યાં ઉગે છે તેમ આ લોક પણ એક દેવે વાવેલ ઉગે છે. એ અર્થ “વિત્ત શબ્દનો છે.
થર્ ધાતુને સમન્વય ત્યારેજ થઈ શકે કે જ્યારે જગત એ કઈ વાવવાની ચીજ હોય. હા, વનસ્પતિ જગતને એક ભાગ છે તેની અપેક્ષાએ વાવવાની ક્રિયા ઘટી શકે પણ એકલી વનસ્પતિ તે જગત નથી. પહાડ નદી સમુદ્ર ચંદ્ર સૂર્ય આદિ પણ જગત છે. તેમાં વપનક્રિયા શી રીતે ઘટી શકે?
લેક-જગતને વૃક્ષની ઉપમા. આ દશ્ય પ્રપંચ-જગતને વૃક્ષનું રૂપક ઘણું પ્રાચીન સમયથી આપવામાં આવ્યું છે. પ્રાચીનમાં પ્રાચીન રૂપક વેદમાં આવે છે. જુઓ: द्वा सुपर्णा सयुजा सखाया, समानं वृक्ष परिषस्वजाते तयोरन्यः पिप्पलं स्वाद्वत्य-नभन्नन्यो अभिचाकशीति
| ( s ૨. ૨૬ક. ૨૦) અર્થ–સમાન સંબંધ રાખનારા, મિત્ર સરખા વર્તનારા બે પક્ષીઓ (જીવાત્મા અને પરમાત્મા) સંસારરૂપી વૃક્ષને આશ્રયે રહે છે. તેમાંથી એક પક્ષી (જીવાત્મા) પિપલ–પુણ્ય પાપ જન્ય સુખ દુઃખ રૂ૫ પરિપકવ ફલને રસપૂર્વક ખાય છે જ્યારે અન્ય પક્ષી (પરમાત્મા) તે ફલને ન ખાતાં કેવલ દેખી રહે છે. यस्मिन् वृक्षे मध्वदः सुपर्णा निविशन्ते सुवते चाधिविश्वे तस्येदाहुः पिप्पलं स्वावग्रे तन्नोन्नशधः पितरं न वेद
(7૦ ૨. હૃકા રર) અર્થ–જે વિશ્વવૃક્ષ ઉપર મધુ ખાનાર સુંદર પક્ષી બેસે છે અને તેને આધારભૂત માની પોતાનાં બાળકે ઉત્પન્ન કરે છે, તે વૃક્ષના જલસમાન નિર્મલ ફલને આગળ સ્વાદિષ્ટ કહેલ છે. જે છવરૂપ પક્ષી પિતર–પરમાત્માને જાણતો નથી તેનું વિશ્વવૃક્ષ નષ્ટ થતું નથી.