________________
૩૮૬
સૃષ્ટિવાદ અને ઈશ્વર
[મંડિયપુરના પ્રશ્નોત્તર ] મંડિત –ભંતે! જીવ હમેશાં “ઘતિ, તિ, રતિ, વા, ઘટ્ટ, શુભ, રીતિ, તે તેં મા પરિણમg?” કરે છે? ચાલે છે? પરિસ્પંદાત્મક ક્રિયા કરે છે? એક બીજા પ્રદેશ સાથે સંધ કરે છે ? ક્ષોભ પામે છે? ઉદીરણું કરે છે? તે તે ભાવરૂપે પરિણામ પામે છે?
શ્રીમહા –મડિયપુરા ! હા, જીવ તે તે ભાવ રૂપે પરિણામ પામે છે. જ્યાં સુધી જીવ એજન, ચલન, સ્પંદન વગેરે ક્રિયા કરે છે અને તે તે ભાવે પરિણામ પામે છે ત્યાંસુધી છવ સંસારનો અંત કરીને મુક્તિને પામી શકતો નથી, કેમકે જ્યાં સુધી તે તે ક્રિયા કરે છે ત્યાંસુધી આરંભ સમારંભ ચાલુ રહે છે. આરંભ સમારંભમાં વર્તમાન જીવ ઘણું પ્રાણીઓને દુ:ખી બનાવે છે, શોકમાં ગરકાવ કરે છે, ઝરણા કરાવે છે, આંસુ ખેરાવે છે, કટ્ટણ પિટ્ટણું કરાવે છે, પરિતાપના–પીડા ઉપજાવે છે તેથી હે મંડિયપુત્તા! તે જીવ ત્યાંસુધી સંસારને અંત કરી શકતો નથી અને મુક્તિ પામી શકતા નથી.
મંડિ–ભંતે! જ્યારે આ જીવ હલનચલનાદિ ક્રિયા માત્રને રેકી નિષ્ક્રિય બને છે ત્યારે સંસારનો અંત કરી મુક્તપદ મેળવે છે?
શ્રીમહા –મંઠિયપુત્તા ! ત્યારે આરંભ સમારંભની નિવૃત્તિ થવાથી, કેઈ પણ જીવને અસાતા-દુઃખ ન ઉપજાવવાથી સંસારને અંત કરવાની ક્રિયા કરી છવ મુક્તિપદ મેળવે છે. પ્રાણાતિપાલાદિ નિમિત્તથી લાગતી યિા.
ગૌતમ–ભંતે! પ્રાણાતિપાત-જીવહિંસાના નિમિત્તથી જીવને ક્રિયા-કર્મ લાગે છે?
શ્રીમહા-ગૌતમ ! હતા–હા.