________________
-
-
જેન જગત – લકવાદ
થી જગતની વિચિત્રતા તે ચાર દ્રવ્યોથી સિદ્ધ થઈ શકતી નથી. દેખાય છે પ્રત્યક્ષ જગતની વિચિત્રતા. મનુષ્ય, તિર્યંચ, પક્ષી, કીટ,
સ્ત્રી, પુરૂષ, યુવા, વૃદ્ધ, રાજા, રાંક, ગરીબ, શાહુકાર, કાળા, ગેરા, સૌભાગી, દુર્ભાગી, પહાડ, નદી, સમુદ્ર આદિ કૃત્રિમ અને અકૃત્રિમ પદાર્થોની વિચિત્ર વિચિત્ર દશ્યતા, વિચિત્ર આકારે શાથી બન્યા હશે? એ પ્રશ્ન સ્વાભાવિક ઉત્પન્ન થાય છે. એને જવાબ ઈશ્વરવાદીઓએ તો સહેલાઈથી આપ્યો છે કે એ બધી ઈશ્વરની લીલા છે. જેને શાસ્ત્ર તેને શો જવાબ આપ્યો છે તેની વિચારણા અન્ને કરવામાં આવે છે.
જીવની સક્રિયતા. પરિસ્પંદાત્મક ક્રિયા બે પદાર્થોમાં છે, જીવમાં અને પુગલમાં આ ક્રિયાથી બન્ને પદાર્થો એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જાય છે અને આવે છે. જીવન પુગલ સાથે સંયોગ અને વિયોગ થાય છે. પુદ્ગલ લક્ષણ ગ્રાહ્યતા છે અને જીવ ગ્રાહક છે. ગ્રાહ્ય ગ્રાહકને પ્રગબંધ રૂપે સંબંધ થાય છે. જીવન પુદ્ગલની સાથે શરીર ઈકિયાદિરૂપે તથા કર્મરૂપે સંબંધ થાય છે. આઠ પ્રકારની લોકસ્થિતિમાંજ કહેવાઈ ગયું છે કે “મનવા નવદિશા, નવા ઉપદિય” અર્થાત્ શરીરાદિ જીવને આધારે રહેલ છે અને છવ કર્મપ્રતિષ્ઠિત છે. તેમજ અજીવ–શરીરાદિ છવસંગ્રહીત છે અને જીવ કર્મસંગ્રહીત છે. શરીરનો સંગ્રહ કરનાર જીવ છે અને જીવને સંગ્રહી રાખનાર કર્મ છે. શરીર, કર્મ અને જીવ અન્યોન્ય ક્ષીરનીરની પેઠે અથવા લોહપિંડ અને અગ્નિની પેઠે ઓતપ્રેત મળેલ છે. જીવજ પુદ્ગલસ્કંધને આકર્ષીને પિતાની ક્રિયા વડે કર્મરૂપે પરિણભાવે છે. પુદ્ગલ કર્મરૂપે સત્તા પામીને જીવને ઘેરી લે છે અને જીવની શક્તિઓને દબાવે છે. જ્યાં સુધી જીવમાં ક્રિયા છે ત્યાં સુધી કમબંધ છે. કહ્યું છે કે
૨૫