________________
જેન જગત્ – લોકવાદ
૩૮૭ ગૌતમ–ભંતે ! તે ક્રિયા જીવથી ફરસાયેલી લાગે છે કે અફરસાયેલી ?
શ્રીમહાઇ–ગૌતમ! ફરસાયેલી લાગે છે. અણફરસાયેલી નથી લાગતી.
ગૌતમ–ભંતે ! તે ક્રિયા કરેલી લાગે છે કે અણકરી લાગે છે?
શ્રીમહા-ગૌતમ! જીવે કરેલી ક્રિયા લાગે છે. અણુકરેલી નથી લાગતી.
ગૌતમ–ભંતે ! તે ક્રિયા જીવની પિતાની કરેલી કે પરની કરેલી કે પોતે અને પર ઉભયની કરેલી ક્રિયા લાગે છે?
શ્રીમહાગૌતમ! જીવે પોતે કરેલી ક્રિયા જીવને લાગે છે. પરકૃત કે ઉભયકૃત નથી.
ગૌતમ–ભંતે ! અનુક્રમથી કરેલી ક્રિયા લાગે છે કે અનુક્રમ વિના કરેલી લાગે છે ? અર્થાત જે પહેલી કરવામાં આવે તે પહેલાં લાગે અને પછી કરવામાં આવે તે પછી લાગે ?
શ્રીમહાઇ–ગૌતમઅનુક્રમથી કરેલી ક્રિયા લાગે. અનુક્રમ વિના કરેલી ન લાગે.
જેવી રીતે પ્રાણાતિપાતથી કર્મ લાગે છે તેવી રીતે મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, અરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલેશ, અભ્યાખ્યાન, વૈશુન્ય-ચાડીચુગલી, પરનિન્દા, રતિ અરતિ, ભાયાસહિત મૃષા અને મિથ્યાદર્શનશલ્ય-એ અઢાર પાપસ્થાનકના નિમિત્તથી ક્રિયા-કર્મ લાગે છે. એ ક્રિયા પર પણ પૂર્વોક્ત પાંચ પ્રશ્નોત્તર પૂર્વવત્ સમજવા.
જીની ગુરૂતા-લઘુતા. જીવ સ્વભાવે અગુરુલઘુ હોવા છતાં કર્મજન્ય ગુરૂતા અથવા લઘુતા થાય છે તે વિષે પ્રશ્નોત્તર નીચે પ્રમાણે છે,