________________
જેન જગત – લકવાદ
૩૭૯ સમાન, રાખસમાન, તપેલા અગ્નિ સમાન થઈ ગઈ હતી તે શાંત, થશે. ત્યારપછી તેટલાજ વિસ્તારમાં ક્ષીરમેઘ ગર્જના વિજળી સાથે સાત દિવસ અને રાત રાત સુધી વરસશે; તેથી ભરતભૂમિમાં શુભ. વર્ણ ગંધ રસ અને સ્પર્શ ઉત્પન્ન થશે. ત્યારબાદ સાત દિવસ અને સાત રાત સુધી ઘુતમેઘ વરસશે તેથી જમીનમાં સ્નેહ-ચિકાશ ઉત્પન્ન થશે. ત્યારપછી તેટલાજ પ્રમાણમાં અમૃતમેઘ વરસશે તેથી તરણું, વૃક્ષ, લતા, ઓષધિ આદિ ઉત્પન્ન થશે. આ બધું જોઈને વૈતાઢયના. બિલમાં ભરાયેલા મનુષ્ય વગેરે બહુ ખુશ થશે અને એક બીજાને કહેશે કે હવે તૃણ, વનસ્પતિ, ઓષધિ આદિ ઉત્પન્ન થઈ ચુક્યાં છે માટે હવે કેઈએ અનિષ્ટ અશુભ માંસાહાર કરવો નહિ; જે કરે તેની છાયાને પણ સ્પર્શ આપણે કરવો નહિ. અન્નાહાર અને ફલાહાર આપણું માટે બસ છે. આવી રીતે ખાનપાનના નીતિવ્યવહારમાં સુધારે થશે. ઉત્સપિણને બીજે આરે એકવીસ હજાર વરસ પરિ મિત પૂર્ણ થશે. ત્યારપછી સમસુસમા નામનો ઉતને ત્રીજો આરે બેસશો ત્યારે પુદ્ગલપરિણતિમાં ઘણે ઉત્કર્ષ થઈ જશે. મનુષ્યની અવગાહના-ઉંચાઈ, સંસ્થાન, આયુષ્યમાં પણ વધારે થશે.. આ યુગમાં ત્રણ વંશ ઉત્પન્ન થશે. (૧) તીર્થકરવંશ, (૨) ચક્રવર્તી વંશ અને (૩) દસાર-વાસુદેવ વંશ. એ આરામાં ત્રેવીસ તીર્થંકર, ૧૧ ચક્રવર્તી અને નવ વાસુદેવ ઉત્પન્ન થશે. બેંતાલીસ હજાર વરસે ઉણે એક કડાકડિ સાગરોપમ કાલ ત્રીજા આરાને પસાર થશે. ત્યારબાદ વર્ણ ગંધ રસ સ્પર્શમાં પ્રતિસમય અનંતગુણું. વૃદ્ધિએ સુસમદૂસમા નામે એથે આરે બે કડાકડિ સાગરોપમ, પરિમિત બેસશે. તેના પ્રથમ ત્રિભાગમાં એક તીર્થકર અને એક ચક્રવર્તી થશે. પંદર કુલગર થશે. કુલગર પછી ત્રણ નીતિ અવસર્પિણના ઉલટા ક્રમથી ચાલશે. અર્થાત–પ્રથમ ત્રિભાગમાં ધિક્કારનીતિ, બીજા ત્રિભાગમાં કારનીતિ અને ત્રીજા વિભાગમાં હકારનીતિ ચાલશે. પ્રથમ ત્રિભાગમાં રાજનીતિ અને ધર્મનીતિ બંધ થતાં