________________
૩૮૦
સુષ્ટિવાદ અને ઈશ્વર
યુગલધર્મની પ્રવૃત્તિ થઈ જશે. કર્મભૂમિમાંથી અકર્મભૂમિ-ભોગભૂમિ મનુષ્ય બનશે. ઉતને ચોથ, પાંચમો અને છઠો આરો પ્રતિસમય સુખસમૃદ્ધિમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શમાં ઉત્કર્ષભાવને પામતે પસાર થશે. ચોથો આરો બે કેડાડી સાગરોપમ પ્રમાણ, પાંચમો આરે ત્રણ કેડીકેડી સાગરોપમ પ્રમાણુ અને છઠે આરે ચાર કેડાડી સાગરોપમ પ્રમાણ પૂર્ણ થશે એટલે ઉત્સર્પિણી કાલ પુરે થશે. ત્યારપછી કાલની ગતિ અવસર્પિણી તરફ બદલાશે. હવે પ્રતિસમય વર્ણ, ગંધ, રસ અને સ્પર્શમાં હાનિ થવા માંડશે. જેટલો “ઉત્કર્ષકાલ તેટલો જ અપકર્ષકાલ થાય છે. ઉતને છઠો આવે અને અવને પ્રથમ આરો એ બે સમાન છે. વૃદ્ધિ હાનિ પણ સરખી છે. એમ ઉતને પાંચમે અને અવને બીજે, ઉતને ચાથી અને અવને ત્રીજે આરે; આ ત્રણ ત્રણ આરા જુગલીયાના અને એક તીર્થકર તથા એક ચક્રવર્તિના પ્રાદુર્ભાવને આ સમય છે. -ઉતને ત્રીજો અને અવનો ચોથો એ બે કર્મભૂમિના અને બન્નેમાં
વીશ વીશ તીર્થંકર, અગીયાર અગીયાર ચક્રવર્તી તથા નવ નવ વાસુદેવ પ્રગટ થાય છે. ઉતનો બીજો આરો ઉત્કર્ષના આરંભ અને અવનો પાંચમે અપકર્ષના અંત આવે છે. એટલી સૃષ્ટિને આરંભ ઉના બીજા આરામાં જે થયે હતો તેને અંત આવના પાંચમા આરામાં થયો. ત્યારપછી ઉતને પહેલે આરે અને અવને છઠો આરે, એ બન્ને આરા પ્રલયકાલના યા અપકર્ષકાલના પસાર થાય છે. એમ બાર આરાનું, એક કાલચક્ર કહેવાય છે, જે સાથેના ચિત્રથી વધારે પરિચિત થશે.
સમાલોચના, શંકા–ક્ષીરમેઘ, ઘતમેઘ, અમૃતમેઘ, એ શબ્દોથી દૂધને વરસાદ, ઘીનો વરસાદ, અમૃતને વરસાદ દર્શાવેલ છે તે ગાયો કે ભેંસો વિના દૂધ કે ઘી ક્યાંથી પેદા થયાં કે જે સાત દિવસ અને સાત રાત સુધી વરસ્યાં કરે? શું આ અતિશયોકિત નથી ?