________________
૩૭૮
સુષ્ટિવાદ અને ઈશ્વર ઉત્તરાયણ મુકરર ટાઈમેજ થાય છે તેમ કાલચક્રની ગતિમાં આરાનું પરિવર્તન પણ નિયમિત રીતે થાય છે એમ જૈન શાસ્ત્રનું માનવું છે. વિશ કોડાકોડી સાગરોપમ પરિમિત એક કાલચક્ર થાય છે. તેમાં દશ કેડાછેડી સાગરોપમ ઉત્સર્પિણી કાલના અને દશ કડાકોડી સાગરોપમ અવસર્પિણી કાલને હેય છે. એકેક કાલમાં છ આરા. ઉત્સપિણીના બીજા આરાના આરંભથી વૃષ્ટિ આદિને આરંભ થતાં સ્થિતિ સુધરવા માંડે છે. એને સૃષ્ટિને આરંભકાળ કહીએ તે કાંઈ ખોટું નથી. પણ આ સૃષ્ટિ અને પ્રલય શબ્દ જગતની સૃષ્ટિ કે જગતના પ્રલય અર્થમાં લેવાના નથી કેમકે પ્રથમ જ કહેવાઈ ગયું છે. આ પ્રલય અને સૃષ્ટિ માત્ર ભરતક્ષેત્ર અને ઈરવતક્ષેત્ર પરત્વેજ લેવાના છે. ખરી રીતે તે પ્રલય શબ્દને બદલે અપકર્ષ અને સૃષ્ટિ શબ્દને બદલે ઉત્કર્ષ–ઉન્નતિ શબ્દ વાપરીએ તે વધારે બંધબેસતો અર્થ થાય છે. અસ્તુ..
ઉત્કર્ષ–કાલઃ ઉતડ ને બીજે આરે.
ઉત્સર્પિણીકાલને બીજે આરે શરૂ થતાં ઉત્કર્ષ–હડતા કાલને પ્રારંભ થાય છે. પ્રલયરૂપ પ્રથમ આરે પૂર્ણ થતાં પુદ્ગલપરિણતિમાં અનંત વર્ણ ગંધ રસ અને સ્પર્શને સુધારે થાય છે. કાલસ્વભાવેજ વૃષ્ટિને પ્રારંભ થાય છે.
तदुक्तं जम्बुद्वीपप्रज्ञप्तिसूत्रे कालाधिकारे- .
" तेणं कालेणं तेणं समएणं पुक्खलसंघट्टए णामं महामेहे पाउब्भविस्सइ । भरहप्पमाणमित्ते आयामेणं, तयाणुरूपं च णं विक्खंभवाहल्लेणं"।
અર્થ—તે વખતે પુલ સંવર્તક નામને મહામે પ્રગટ થશે. ભરતક્ષેત્ર પ્રમાણે લાંબે પહોળો અને વિસ્તારમાં હશે. ગર્જના અને વિજળીની સાથે યુગ-મુસલ અથવા મુષ્ટિપ્રમાણુ ધારાએ સાત દિવસ અને સાત રાત સુધી વરસશે. તેથી જે પ્રલયકાલની ભૂમિ અંગાસ