________________
જૈન જગત્ – લકવાદ
૩૭૭
પ્રલય નથી. અઢી દ્વીપમાં પણ ત્રીશ અકર્મભૂમિ, પ૬ અંતર્દીપ અને પાંચ મહાવિદેહમાં સૃષ્ટિપ્રલય નથી. રહ્યા માત્ર પાંચ ભરત અને પાંચ ઈરવત એ દશ ક્ષેત્ર. દક્ષિણ તરફ ભરત અને ઉત્તર તરફ ઈરવતક્ષેત્ર=જંબુદ્વીપનું એક ભરત એક કરવત, ઘાતકી ખંડના બે ભરત અને બે ઈરવત તથા અર્ધ પુષ્કરદ્વીપના બે ભરત અને બે ધરવત એમ અઢી દ્વીપના પાંચ ભરત અને પાંચ ઈરવત-એમ દશ ક્ષેત્રમાં ઉત્સર્પિણી અને અવસર્પિણી કાલનું ચક્ર પ્રવર્તમાન છે. તેને પરિણામે ઉત્સર્પિણી કાલના આરંભમાં ૨૧૦૦૦ વરસપર્યત અને અવસર્પિણીકાલને અંતે ૨૧૦૦૦ વર્ષ પર્યત પ્રલયકાલ ચાલે છે, તે પણ સંપૂર્ણ પ્રલય નહિ પણ ખંડ પ્રલય છે. ૪ર૦૦૦ વર્ષ પર્યત વૃષ્ટિ, ફસલ, રાજનીતિ, ધર્મનીતિ, ગામ, નગર, પુર, પાટણ, નદી, સરોવર, કોટ, કિલ્લા, પહાડ, એ સર્વને ઉચ્છેદ અવસર્પિણીકાલના પાંચમા આરાને છેલ્લે દિવસે થઈ જશે. અવવના છઠા આરામાં અને ઉત ના પહેલા આરામાં આવી જ સ્થિતિ રહેશે. મનુષ્ય અને તિર્યંચ બીજમાત્ર રહેશે. ગંગા અને સિંધુ નદી કાયમ રહેશે. તેને કિનારે કિનારે બીજમાત્ર મનુષ્ય તિયે રહેશે. કુતરાની પેઠે જીવન ગાળશે. પાપી અને ભારેકર્મી જ આ આરામાં અવતરશે. ધર્મી છો એવા વિષમ કાલમાં ભરત કે ઈરવતક્ષેત્રમાં અવતાર નહિ ધારણ કરે. તે વખતે ઉત્તમ છે બીજા ક્ષેત્રમાં અવતરશે. એ વખતે મનુષ્યનું આયુષ્ય માત્ર વીશ વરસનું રહેશે. છ વરસની સ્ત્રી ગર્ભ ધરશે તે કાળા, કુબડા, રોગી, રીસાળ, કેશ અને નખ ઘણાં એવાં સંતાનને જન્મ આપશે. કળા કે હુન્નરનું તે નામનિશાન નહિ રહે. માણસની માથાની ખોપરીમાં પાણી લાવીને પીશે. આ સર્વ કાળ અથવા યુગ-આરાને પ્રભાવ છે એટલા માટે પાંચ કાર
માં કાલ અને સ્વભાવ પણ કારણ તરીકે માનવામાં આવ્યા છે. કાલ અને ક્ષેત્ર સ્વભાવની કારણુતાનું પ્રધાનપણું આવા પ્રસંગમાં જ વ્યક્ત થાય છે. સૂર્યની ગતિ જેમ નિયમિત રીતે થતાં દક્ષિણાયન અને