________________
૩૦૬
સુષ્ટિવાદ અને ઇશ્વર
न सर्वथा नित्यमुदेत्यपैति, न च क्रियाकारकमंत्र युक्तम् । नैयासतो जन्म सतो न नाशो, दीपस्तमःपुद्गलभावतोऽस्ति ।
અ—વસ્તુને સČથા નિત્ય માનીએ તે તે તેમાં ઉત્પાદ વ્યય થઈ શકે નહિ તેમ જ તેમાં ક્રિયા કે કારક પણ બની શકે નહિ, માટે દરેક વસ્તુ કથચિત્ નિત્ય અને કથ'ચિત્ અનિત્ય એટલે નિત્યાનિત્ય માનવામાં આવે છે. અસત્ વસ્તુની કદિ ઉત્પત્તિ થતી નથી અને સ। નાશ થતા નથી. દીવા મુઝાઈ જાય છે એટલે દીવાના સર્વથા નાશ ન થયે। કિન્તુ અંધકાર પુદ્ગલ રૂપે તેને સદ્ભાવ થયા.
અસત્ પદાની પણ ઉત્પત્તિ થાય તે સસલાનાં શિંગડાં કે આકાશનાં ફૂલને પણ સદ્ભાવ થવાને પ્રસંગ આવી પડે, માટે છ દ્રવ્યા જે સત્ છે તે કદિ ઉત્પન્ન થયાં નથી અને તેમને નાશ થવાના નથી. તે અનાદિ અનંત સ્વતઃસિદ્ધ છે. દ્રવ્યરૂપે ધ્રુવ છે અને પર્યાયરૂપે ઉત્પત્તિવિનાશશાલી છે. ઉત્પાદવ્યય પણ સ્વતઃ સિદ્ધ છે માટે કાઈ કર્તાની જરૂર નથી. છએ દ્રવ્યામાં પ્રતિક્ષણ સૃષ્ટિ અને પ્રતિક્ષણ પ્રલય હોવા છતાં દ્રૌવ્ય અંશ પણ તેમાં કાયમ છે એજ અનેકાંતવાદની ખૂબી છે. એમાંજ જૈન દર્શનનુ સ્યાદ્વાદમય રહસ્ય છે. એથીજ પર્યાયની દૃષ્ટિએ બૌદ્ધ દર્શન અને દ્રવ્યની દૃષ્ટિએ વેદાંત દનના જૈન દર્શને પાતામાં અંતર્ભાવ કરી લીધેા છે એ સ્યાદ્વાદની વિશાલતા અથવા ઉદારતા છે.
જૈન સૃષ્ટિ તથા પ્રલય (ઉત્ક-અપ ).
સ્વાભાવિક પરિવર્તન યા ક્ષણ ક્ષણની સૃષ્ટિ અને ક્ષણક્ષણના પ્રલય ઉપરાંત વૈભાવિક પર્યાયજન્ય દીર્ધકાલિક પરિવર્તન યા સ્થૂલ સાષ્ટપ્રલય પણ જૈન શાસ્ત્રમાં અવશ્ય છે, પણ તે માત્ર પુદ્ગલકધ અને કર્મસહિત જીવ એ એ દ્રવ્ય આશ્રીજ છે, તેનું ક્ષેત્ર પણ અતિ મર્યાદિત છે, કેમકે ઊર્ધ્વલેાક અને અધેલાકમાં સ્થૂલ પરિવર્તન રૂપ સુષ્ટિપ્રલય છે નહિ. મધ્યલેાકમાં પણ અઢી દ્વીપની બહાર સૃષ્ટિ