________________
જૈન જગત્ – લોકવાદ
૩૭૩
કેઈ નહિ રહે. આ શંકા ઉચિત નથી. નૈયાયિકે આકાશ, કાલ અને દિગદ્રવ્યોનો સંગ અનાદિ માને છે. ત્રણે દ્રવ્ય વિભુ અને અનાદિ છે, તેમને સંબંધ પણ અનાદિ છે, માટે સંગ બધા વિભાગપૂર્વક જ હોય એ નિયમ નથી. જૈન શાસ્ત્રમાં ધમસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય (કાકાશ) એ ત્રણેને પરસ્પર સંબંધ અનાદિકાલથી છે. જેમ આદિ નથી તેમ અંત પણ નથી એટલે એ ત્રણ પદાર્થો જેમ અનાદિ અનંત છે તેમ તેમનો પરસ્પર સંબંધ પણ અનાદિ અનંત છે. એ બાબત ભગવતીસૂત્રમાં નીચે પ્રમાણે કહેલ છેઃ
[ પ્રત્રનેત્તર ] ગૌતમ–ભંતે! બંધ કેટલા પ્રકારને કહ્યું છે?
શ્રીમહા – ગૌતમ ! બે પ્રકારનો બંધ કહ્યો છે. એક પ્રયોગઅંધ, બીજે વિસસા (સ્વાભાવિક) બંધ. (અ) ૮-૧. સૂ૦ રૂરલ)
ગૌતમ–ભંતે! વિસસાબંધ કેટલા પ્રકારનું છે? '
શ્રીમહા –ગૌતમ ! વિસ્ત્રસાબંધ બે પ્રકારનો છે. એક સાદિ વિસાબંધ, બીજે અનાદિ વિસસાબંધ.
ગૌતમ–ભંતે! અનાદિ વિસ્ત્રસાબંધ કેટલા પ્રકાર છે?
શ્રીમહા –ગૌતમ! અનાદિ વિશ્વસાબંધ ત્રણ પ્રકારનો છે. (૧) ધમસ્તિકાયને પરસ્પર અવિ. બંધ, (૨) અધમસ્તિકાય પરસ્પર અ. વિ. બં, (૩) આકાશાસ્તિકાય પરસ્પર અ વિ બંધ.
ગૌતમ–ભતે ! એ ત્રણેની કાલથી કેટલી સ્થિતિ છે?
શ્રીમહાર–ગૌતમ! એમની સ્થિતિ સબૈદ્ધા–સર્વકાલની છે. અર્થાત એ સંબંધ હમેશને માટે કાયમ રહેનાર છે. મતલબ કે એ ત્રણેને સંબંધ અનાદિ અનંત છે. (મા૮-૧ ૪૦ રૂક૬)
આ ઉપરથી લોક પણ અનાદિ અનંત સિદ્ધ થાય છે, એટલે સુષ્ટિકર્તાને સવાલજ રહેતો નથી. .