________________
૩૬૪
સૃષ્ટિવાદ અને ઇશ્વર
દ્રવ્યમાંથી પાંચ આધેય દ્રવ્ય કાઢી લઈ એ તો કેવળ આકાશે આકાશ રહી જશે અને તે આકાશમાં લેાક કે અલેાકના ભેદ નહિ રહે. વેદાંતીએના પરમ બ્રહ્મની પેઠે કેવળ એકલું આકાશ અનન્ત, અપરિમિત, નિરવધિ, નિ:સીમ રહેશે. પરમબ્રહ્મને માયાની ઉપાધિ લાગવાથી જેમ પરમબ્રહ્મ માયાસહિત અને માયારહિત એમ વિભક્ત થાય છે તેમ પરમ આકાશની વચ્ચે ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્ય હમેશાં અવસ્થિત રહેવાથી આકાશના એ ભાગ લેાકાકાશ અને અલેકાકાશ અનાદિકાળથી શાશ્વત સિદ્ધ છે. વેદાંતીની માયા ત બ્રહ્મમાં લય પામે છે અને પ્રગટ થાય છે, તેમ પાંચ દ્રવ્ય આકાશમાં લય પામતા નથી કિન્તુ હમેશાં છે, છે અને છે. પાંચ દ્રવ્યસહિત આકાશ તે ઢાકાકાશ અને પાંચ દ્રવ્યરહિત કૈવલ આકાશ તે અલેાકાકાશ. તલુન
“ ધમ્મસ્થાપ નું મંતે કે મહારુપ પાસે ? ગોયમાં ! लोए लोयमेत्ते लोयप्पमाणे लोयफुडे लोयं चेव फुसित्ता णं fegr एवं अहम्मत्थिकाए, लोयागासे, जीवत्थिकाए, पंचवि एक्काभिलावा || (મ-૦૨-૨૦। ૬૦ ૨૨૨)
અ——ગૌતમ–ભંતે ! ધર્માસ્તિકાય નામનું દ્રવ્ય કેટલું મ્હોટું છે? શ્રીમહા—ગૌતમ ! ધર્માસ્તિકાય લાકમાં વર્તે છે, લેાકપરિમિત છે, લેાકના જેટલા અસ`ખ્યાત પ્રદેશ છે, તેટલાજ અસંખ્યાત પ્રદેશ ધર્માસ્તિકાયના પણ છે. લેાક પેાતાના સર્વ પ્રદેશેાએ કરી ધર્માંસ્તિકાયના સર્વ પ્રદેશેશને ફરસે છે અને ધર્માસ્તિકાય પણ લેાકના સ` પ્રદેશાને ક્રસીને રહે છે. એવીજ રીતે અધર્માસ્તિકાય, ક્ષેાકાકાશ, જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય, એ પાંચેને એકજ આલાવા સમજવા. અર્થાત-છએ દ્રવ્ય લેાકપરિમિત હાવાથી લેાકાકાશ જેટલાં મ્હોટાં છે.