________________
જૈન જગત્ - લોકવાદ
૩૬૩ ગુણ પરિવર્તનશીલ છે. કાલના નિમિત્તથી સમયે સમયે પોતે પરિવર્તન પામે છે અને ધર્માસ્તિકાયાદિક અરૂપી અને નિત્યદ્રવ્યોમાં પણું સમયે સમયે પર્યાને ઉત્પન્ન કરે છે અને નષ્ટ કરે છે. અર્થાત્ પહેલા પર્યાયનો વિગમ કરે છે અને નવા પર્યાયને ઉત્પન્ન કરે છે. એથી ધર્મીસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણ નિષ્ક્રિય દ્રવ્યમાં પણું પ્રતિક્ષણ ઉત્પાદ વિનાશ થયા કરે છે. પાણીનો સ્થિર સ્વભાવ છતાં પવનના યોગથી સમુદ્રમાં જેમ તરંગે ઉત્પન્ન થાય છે અને લય પામે છે તેવી રીતે ઉકત નિત્ય દ્રવ્યમાં કાલના નિમિત્તથી અગુરૂ ગુણને લઈને પર્યાયે ઉત્પન્ન થાય છે અને લય પામે છે. છતાં સમુદ્રના જલની માફક દ્રવ્યઅંશ તો કૂવ-નિશ્ચલ અને સ્થિર છે. આ પર્યાયે બે પ્રકારના છે. સ્વાભાવિક અને વૈભાવિક. ધર્મ, અધમ, આકાશ, પરમાણુ, કાલ અને સિદ્ધ ભગવાનમાં સ્વાભાવિક અગુરૂ લઘુ પર્યાય છે, જ્યારે અનંતપ્રદેશી પુદ્ગલ, કર્મસહિત જીવમાં વૈભાવિક પર્યાય છે. સ્વાભાવિક શુદ્ધ છે અને વૈભાવિક અશુદ્ધ છે. તે પર્યાય વળી બે પ્રકારના છેઃ સ્વનિમિત્તક અને પરનિમિત્તક. ધર્માસ્તિકાયમાં અગુરુલઘુ ગુણ નિમિત્તક જે પરિવર્તન થાય છે તે સ્વનિમિત્તક અને ગતિગુણવાળા છવ તથા પુદ્ગલના વેગથી ગમન સહાયતાદાનથી જે પયા ઉત્પન્ન થાય છે તે પરનિમિત્તક પર્યાય છે. એવી રીતે અધર્માસ્તિકાયાદિકમાં પણ સમજવું. આવી રીતે પર્યાયના ઉત્પાદવિનાશથી દ્રવ્ય લક્ષણની ઉપપત્તિ થાય છે, અને અર્થક્રિયાકારિત્વરૂપે પદાર્થપણું ઉત્પન્ન થાય છે. અન્યથા આકાશકુસુમની પેઠે અસપણું થઈ જશે.
યમસ્તિકાયાદિ અને લોકાકાશ, ઉકત છ દ્રવ્યમાં પાંચ દ્રવ્ય તે આધેય છે અને દ્રવ્ય આકાશ આધારભૂત છે. આધેય દ્રવ્ય લોકપરિમિત છે જ્યારે આધાર (આકાશ) દ્રવ્ય અપરિમિત, અપરિચ્છિન્ન, સર્વવ્યાપક છે. આધારભૂત આકાશે