________________
૩૬૨
સૃષ્ટિવાદ અને ઈશ્વર
ત્યાં ધ્રૌવ્ય શી રીતે રહી શકે, કેમકે પરસ્પર વિરૂદ્ધ છે, એ શંકા કરવાની નથી. પરસ્પર વિરૂદ્ધ ધર્મો પણ અપેક્ષાભેદથી રહી શકે છે. જેમ પિતૃત્વ અને પુત્રત્વ એ બે પરસ્પર વિરૂદ્ધ ધર્મો એક પુરૂષમાં રહી જાય છે. પોતાના પુત્રની અપેક્ષાએ તે પિતા છે અને પિતાના પિતાની અપેક્ષાએ તે પુત્ર છે. કોઈ પણ દ્રવ્ય પર્યાય વિનાનું નથી. અને કઈ પણ પર્યાય દ્રવ્ય વિનાને નથી. પર્યાયનો આધાર દ્રવ્ય છે અને દ્રવ્યને આશ્રિત પર્યાય છે. ખરી રીતે તે દ્રવ્ય અને પર્યાય તાદાસ્યભાવ છે. ગુખપતિમ ચ. દ્રવ્યને સહચારી ગુણ છે અને સમભાવી પર્યાય છે. ગુણ સ્થિર અંશ છે, ધ્રુવ સ્વરૂપ છે અને પર્યાય ચલ અર્થાત ઉત્પત્તિવિનાશશાલી છે. દરેક દ્રવ્યનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ એ ચાર અંગ છે. સ્કંધક સંન્યાસી સન્મુખ મહાવીર પ્રભુએ લેકનું સ્વરૂપ પણ ચાર પ્રકારે બતાવ્યું, તે આ પ્રમાણે
एवं खलु मए खंदया! चउन्विहे लोए पण्णत्ते तंजहा હમ ચત્તો ત્રિો મારગમવા f સ્ટોપ अणंता वण्णपजवा गंध० रस० फासपजवा अणता सँठाणपजवा अणंता गुरुलहुयपजवा अणंता अगुरुलहुयपजवा ॥
(માઇ ૨-૨ સૂ૦૧૨) અર્થ–શ્રી મહાવીર પ્રભુ કહે છે–હે બંધક! આ લોક મેં ચાર પ્રકારે જણાવ્યું છે. દ્રવ્યઆશ્રી દ્રવ્યલોક, ક્ષેત્ર આશ્રી ક્ષેત્રલોક, કાલઆશ્રી કાલલોક અને ભાવથી ભાવક...ભાવઆશ્રી લોકમાં અનંતા વર્ણપર્યાવ, અનંતા ગંધપર્યવ, અનંતા રસપર્યવ, અનંતા. સ્પર્શ પર્યવ, અનંતા સંડાણપર્યવ, અનંતા ગુરૂલઘુપર્યવ અને અનંતા અગુરુલઘુપર્યવ છે. લોકમાં રૂપી દ્રવ્ય માત્ર પુદ્ગલ છે તેની અપેક્ષાએ તે વણ, ગંધ, રસ, ફરસ, અને ગુરૂલઘુ પર્યવ છે. ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્ય અરૂપી છે. તે આશ્રી અને પરમાથી અસંખ્યાત પ્રદેશ સ્કંધ આશ્રી અગુરુલઘુ ર્યવ છે. અગુરુલઘુ