________________
જૈન જગત – લેાકવાદ
૩૬૧
અધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય એ પાંચ અસ્તિકાય એટલા માટે છે કે તે પ્રદેશ ( નિર્વિભાજ્ય અંશ) સમૂહ રૂપ છે. કાલમાં અસ્તિકાયતા નથી કારણકે અનાગત કાલની—ભવિષ્યકાલની ઉત્પત્તિ થઈ નથી અને ઉત્પન્ન થયેલ ભૂતકાલને નાશ થઈ ગયા. એટલે ક્ષણ ક્ષણને સંચય થઈ શકતા નથી. પ્રદેશ સમૂહના અભાવથી કાલ અસ્તિકાય રૂપ નથી એ તાત્પ છે.
विना जीवेन पश्चामी, अजीवाः कथिताः श्रुते । पुद्गलेन विना चामी, जिनैरुक्ता अरूपिणः ॥ (ૌ પ્ર૦ ૬૦૨। શ્છ) અ—જીવ વિના આાકીનાં પાંચ દ્રવ્ય શાસ્ત્રમાં અજીવ કહ્યાં છે. અને પુદ્ગલ વિના બાકીનાં પાંચ દ્રવ્ય અરૂપી દર્શાવ્યાં છે.
દ્રવ્યલક્ષણ.
ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યયુક્ત જે સત્ તે દ્રવ્ય. તહુમૂ– उत्पादव्ययध्रौव्ययुक्तं सत् ॥ ( त० सू० अ०५-२९ )
અ—ઉત્પત્તિ, વિનાશ અને સ્થિરતાયુક્ત જે સત્ સદ્ભૂત વસ્તુ તે દ્રવ્ય કહેવાય છે. ઘટપટાદિકમાં એક નવા પર્યાયની ઉત્પત્તિ થાય છે, બીજા જીના પર્યાંયને નાશ થાય છે અને માટી કે તંતુ આદિ અંશની સ્થિરતા છે અને તે સત્પન્ના છે, માટે લક્ષણુસમન્વય થઇ જાય છે. સસલાના શીંગડા કે આકાશકુસુમાદિક અસદ્ભુત છે; તેમાં સણું નથી માટે તેમાં લક્ષણસમન્વય થતા નથી, એટલે લક્ષણમાં અતિવ્યાપ્તિ આવતી નથી. દ્રવ્ય માત્ર ગુણુપર્યંયાત્મક છે. પર્યાયની અપેક્ષાએ ઉત્પત્તિ વિનાશ અને દ્રવ્યની અપેક્ષાએ ધ્રૌવ્ય અંશ છે. પદાથ માત્રમાં લક્ષણને સદ્ભાવ હાવાથી અવ્યાપ્તિ દાખ પણ નથી. અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ અને અસંભવ એ ત્રણ દોષથી રહિત હાવાથી ઉત લક્ષણ સલ્લક્ષણ છે. ઉત્પત્તિ અને વિનાશ જ્યાં હાય