________________
३६०
સૃષ્ટિવાદ અને ઈશ્વર
રીતે પૂર્ણ થાય ? તથા ગ્રામઃ “શફvi મતે વિવા? ગોયમાં छ दव्वा प० तं० धम्मत्थिकाए, अधम्मत्थिकाए, आगासत्थिकाए, जीवत्थिकाए, पुग्गलत्थिकाए, अद्धासमए य"
કાલનું મુખ્ય લક્ષણ વતની છે. કાલ સર્વ પદાર્થો ઉપર વર્તે છે. દરેક દ્રવ્યમાં સમયે સમયે જે ઉત્પાદ અને વ્યય થાય છે તેનું નિમિત્ત કારણ કાલ છે. નવાનાં જુનાં અને જુનાનાં નવાં કાલથી થાય છે. ઋતુમાં પરિવર્તન કરનાર કાલ છે. તદુ
द्रव्यस्य परमाण्वादेर्या तद्रपतया स्थितिः। नव जीर्णतया वा सा, वर्तना परिकीर्तिता ॥
(ત્રો ૦ ૪૦ ૨૮–૧૮) અર્થ–પરમાણુ આદિ દ્રવ્યની પરમાણુ આરિરૂપે સ્થિતિ થવી યા નવીન પદાર્થને જીણું બનાવો અને જીર્ણને નવીન બનાવવો તે વર્તાના કહેલ છે. તે વર્તન કાલને ગુણ છે, એટલે કાલાશ્રિત છે.
કાલનું સ્વરૂપ અને પ્રકારે. કાલ દ્રવ્ય, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી રહિત છે. અરૂપી અમૂર્ત દ્રવ્ય છે. સંક્ષેપથી તેના પાંચ પ્રકાર છેઃ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી, ભાવથી અને ગુણથી. દ્રવ્યથી કાલ નામે એક દ્રવ્ય છે. ક્ષેત્રથી વ્યવહારકાલ અઢી દ્વીપ પ્રમાણે અને વર્તનાલક્ષણ નિશ્ચય કાલ લેકવ્યાપી છે. કાલથી અનાદિ અનંત-ધ્રુવ શાશ્વત દ્રવ્ય છે. ભાવથી અરૂપી, અમૂર્ત. ગુણથી વર્તના–પરિવર્તન ગુણવાળો છે.
કાલ અસ્તિકાય કેમ નહિ? धर्माधर्माभ्रजीवाख्याः, पुद्गलेन समन्विताः। पञ्चामी अस्तिकायाः स्युः, प्रदेशप्रकरात्मकाः॥ अनागतस्यानुत्पत्ते-रुत्पन्नस्य च नाशतः । प्रदेशप्रचयाभावात् , काले नैवास्तिकायता ॥
( us a૦ ૨ા ૨૨-૨૩)