________________
વૈદિક સૃષ્ટિ–દેવવાદ
દષ્ટિગોચર લોક સમજવાનું છે, કેમકે તે વખતે તે ઋષિઓની દાષ્ટ બહુ લાંબી પ્રસરી ન હતી. તેઓ પિતાનું, પોતાના કુટુમ્બનું, પિતાના પશુઓનું રક્ષણ અને પિતાના દુશ્મનોને વિનાશ દેવાની પાસે યાચતા હતા માટે ફેવર' દેવતાઓથી રક્ષિત એ બહુવચન ઠીકજ છે.
ઉપાસ્યની અનેકતા આગળ જતાં ઉપાસકોની અનેકતામાં પરિણત થાય છે, એટલું જ નહિ પણ માનવસમાજમાં પરસ્પર ભેદભાવ ઉત્પન્ન કર્યો જણાય છે. જેમ જેમ આ દેવતા સંબંધી વૈદિક માન્યતાઓ આગળ વધતી ગઈ અને રૂઢ થતી ગઈ તેમ તેમ તત્કાલીન ઋષિએમાં ભેદભાવનું વિષ અધિકાધિક ફેલાતું ગયું. આ સંઘર્ષ એટલો આગળ વધ્યો કે જેથી કઈ કઈ ઋષિની તો દેવતાઓ પ્રત્યે અશ્રદ્ધા ઉત્પન્ન થઈ ગઈ. જુઓ ઋગવેદમાં એક ઋષિ ઈદના સંબંધમાં શું કહે છે? नेन्द्रो अस्तीति नेम उः स्व आह कई ददर्श कमभिष्टवाम ।
( ૭ ૮ ૨૦૦ રૂ) અર્થ–નેમ ઋષિ કહે છે કે ઈન્દ્ર નામનો કોઈ દેવતા છે જ નહિ. તેને કેણે જોયો છે? અમે કેની સ્તુતિ કરીએ ?
આવી અશ્રદ્ધા, સંશય અને મતભેદના કારણે દેવતાઓની સંખ્યામાં ઘટાડો થવા લાગ્યો.
નિરૂક્તકારને મતે ત્રણ દેવતા. નિરૂક્તકાર યાસ્કે બધા દેવતાઓને માત્ર ત્રણ દેવતામાંજ સમાવેશ કર્યો છે. તે આ પ્રમાણે
तिन एव देवता इति नैरुक्ताः । अग्निः पृथ्वी स्थानो वायुर्वेन्द्रो वान्तरिक्षस्थानः सूर्यो घुस्थानः तासां महाभाग्यादेकैकस्या अपि बहूनि नामधेयानि भवन्ति । इतरेतर જમાનો મત્તા તરત | ( નિઃ ૨૦ ૭ ૨ા ૨)