________________
૧૦
સુષ્ટિવાદ અને ઈશ્વર
અર્થ–નિરૂક્તકારે કહે છે કે ત્રણજ દેવતા છે. પૃથ્વી સ્થાનીય અગ્નિ, અન્તરિક્ષસ્થાનીય વાયુ અથવા ઇન્દ્ર અને ઘુસ્થાનીય સૂર્ય. તેઓ ભાગ્યશાળી હોવાથી એક એક દેવતાના અનેક અનેક નામે છે. તેઓ એક બીજામાંથી પરસ્પર જન્મ પામે છે અને પરસ્પર સમાન પ્રકૃતિવાળા છે.
આ કલ્પના માત્ર યાસ્કની કે નિરૂક્તકારની જ નહિ પણ ખાસ વેદના મૂલમથીજ ચાલુ થયેલી છે; તે નીચેના અવતરણથી જણાશે.
देवानां माने प्रथमा अतिष्ठन् कृन्तत्रादेषा मुपरा उदायन् । त्रयस्तपन्ति पृथिवी मनूपा द्वा बृबूकं वहतः पुरीषम् ॥
( ૨૦ | ર૭. રર ) અર્થ–દેવની જ્યારે ગણના થઈ ત્યારે બધા દેવતાઓમાં ત્રણ દેવતા મુખ્ય વ્યંઃ વાયુ, આદિત્ય અને પર્જન્ય. કેમકે એ ત્રણે સંસારી મનુષ્યના કર્માનુસાર વાય છે, તપે છે અને વર્ષો છે.
અર્થાત, બધા દેને ત્રણ દેવોમાંજ સમાવેશ કરી દીધો છે. એટલું જ નહિ પણ આગળ જતાં બધા દેવોને માત્ર એક દેવમાંજ સમાવેશ કરી દીધો છે. જુઓ ઋવેદમાં– इन्द्रं मित्रं वरुणमग्निमाहुरथो दिव्यः स सुपर्णो गरुत्मान् । एकं सद्विप्रा बहुधा वदन्त्यग्नि यमं मातरिश्वानमाहुः ॥
( રૂા. ૨. હૃક / ૬) અર્થ–પંડિત લોક આદિત્યને ઈન્દ્ર, મિત્ર, વરૂણ અને અગ્નિ કહ્યા કરે છે. તે જ સુપણું અને ગરૂત્માન છે. તેને જ અગ્નિ, યમ અને માતરિશ્વા કહે છે. એ બધા એક છે, તથાપિ વિદ્વાન લોક તેને અનેક નામોથી બોલાવે છે.