________________
વૈજ્ઞાનિક સુષ્ટિ પરામર્શ
૩૫૩
રોકી દેવાથી પણ એજ હાલત થાય છે. સેલદ્વારા શબ્દ ઉત્પન્ન કરાવવા સારૂ હાઈ વોલ્ટેજ (High Voltage). ની વિશુદ્ધારા તથા પ્રકાશ એ બન્નેની આવશ્યકતા છે.
(ગંગા વિજ્ઞાનાંકઃ પ્રવાહ ૪, તરંગ ૧. લેખક-શ્યામનારાયણ કપૂર બી. એસ. સી.)
આ સમાલોચના, ઉપરની પ્રક્રિયામાં પ્રકાશના કિરણની અને વિજળીની કેટલી શાક્ત છે અને તેનાથી કેવાં કેવાં અજાયબીભર્યા કાર્યો થાય છે તે આપણે જોયું. જૈન દૃષ્ટિએ ધ્વનિ એ શબ્દ છે અને શબ્દ પુદ્દગલરૂપ છે. પ્રકાશનું કિરણ પણ પુગલરૂપ છે. પૂરણ ગલન સ્વભાવ એ યુગલનું લક્ષણ છે. ધ્વનિનું વિધુધારા રૂપે બનવું અને પ્રકાશના કિરણની સાથે મળી મૂક ચિત્રને બોલતું બનાવવું; પ્રકાશની મદદથી ધીમા અવાજને તેજ બનાવો યા તેજ અવાજને સ્થલ રૂપ આપવું; ધ્વનિ અને પ્રકાશને ગતિમાં મુકાવું અને રેકર્ડ કે ફિલ્મ ઉપર રોકાવું–ગતિપ્રતિષ્ઠભ થઃ આ બધી પુદ્ગલની લીલા છે. પ્રકાશ યા વિજળીની શક્તિનું માહામ્ય છે. આમાં ઈશ્વરને જરા પણ હાથ નથી. ઈશ્વરનો હાથ હોત તો ઈશ્વર પિતાના ભકતને જ હાથે ફોનાગ્રાફ, લાઉડ સ્પીકર, ટેલીફેન, બ્રોડકાસ્ટ, વગેરે નવી નવી શોધો કરાવત; અથવાતો મનુષ્યને ઉત્પન્ન કરવાની સાથે જ પિતાની આ શક્તિને થોડે ઘણે અંશે પરિચય કરાવત. લાખ કરોડ વર્ષ સુધી જનતાને અજ્ઞાન રાખી ઈશ્વરને પણ ન માનનારા અભકતને હાથે તેને યશ કેમ અપાવ્યો? અપાવે શું ? આ તે ભૌતિક શાકત છે. ઈશ્વરની પાસે તે આત્મિક શક્તિ છે, જે ભૌતિક શક્તિ કરતાં કંઇગુણી અધિક છે. એ શક્તિનું ફલ સંસાર કે કર્મના બંધનથી આત્માને મુક્ત કરે ત્યાં પરમ આનંદના પદની પ્રાપ્તિ કરવી. તે ફળ ઈશ્વરના ભકતને મલ્યું છે અને મલશે. ભૌતિક શક્તિનું પરિ
૨૩