________________
૩૫૨
સુષ્ટિવાદ અને ઈશ્વર
થાય છે તેમ તેમ પિતા ઉપર ફેંકાયેલા સ્થાયી પ્રકાશને રોકે છે. એવી રીતે પ્રકાશમાં પાછાં તેજકંપન ઉત્પન્ન થાય છે કે જેનાં ચિત્ર લેવામાં આવ્યાં હતાં. આ કંપન તે તે વખતે વિદ્યુતકક્ષામાં થઈને જાય છે, અને ફરી વિધુત્કંપનમાં પરિવર્તિત થાય છે, આ વિઘકું. પનને વિસ્તારવામાં આવે છે, અને વિદ્યુત તારી મારફત લાઉડ સ્પીકર સુધી પહોંચાડવામાં આવે છે, જ્યાંથી તે શબ્દ બનીને નિકળે છે.
ધ્વનિમાર્ગનાં ધ્વનિચિત્રોને વિઘતરંગોમાં બદલાવવા માટે તથા લાઉડ સ્પીકરના સંચાલન માટે એક વિશેષ પ્રકારનું યંત્ર કામે લગાડવામાં આવે છે. એને ફેટો-ઈલેકિટ્રક સેલ (Photo Electric Cell) કહેવામાં આવે છે. ખરી રીતે ફેટો ઈલેકિટ્રક સેલ વિદ્યધારા પ્રાપ્ત કરવાનું એક સાધન માત્ર છે. માને કે એક સેલ છે તેનાથી સંબદ્ધ અભિવર્ધક અને લાઉડ સ્પીકર છે. સેલની સામે એક હોટી ગળાકાર પ્લેટ છે. એમાં સમાનાન્તર ન્હાના ન્હાના છેદ-છિદ્ધ કરેલા છે. એ પ્રકાશ માટે બારીનું કામ કરે છે. એ પ્લેટની પાછળની બાજુએ એક વીજળીને દીવો છે. એ દીવો છિદ્રો તથા સેલનાં પ્રવેશછિદ્રોની બરાબર રહામે રાખવામાં આવે છે. પ્લેટ ઘુમાવવામાં આવે છે. જ્યારે પ્લેટનાં છિદ્ર, દીવો તથા સેલનાં પ્રવેશછિદ્ર, ત્રણે એકજ સિધી રેખામાં આવે છે ત્યારે સેલની વિઘુદ્ધારામાં પરિવર્તન થઈ જાય છે અને તે પરિવર્તન લાઉડ સ્પીકરના શબ્દદ્વારા પ્રગટ થાય છે. પરંતુ જ્યારે દીવો અને સેલની વચમાં પ્લેટનો છિદ્ર વિનાને ભાગ આવી જાય છે ત્યારે સેલની વિવુધારામાં કાંઈ પરિવર્તન થતું નથી, તેથી લાઉડ સ્પીકર શાંત રહે છે. અગર પ્લેટને વેગથી ઘુમાવવામાં આવે તે શબ્દ ખૂબ જોરથી સંભળાય છે અને ધીમેથી. ઘુમાવાય તે અવાજ પણ ધીમો સાંભળવામાં આવે. અગર પ્લેટ અને સેલની વચમાં કાર્ડબોર્ડને એક ટુકડો રાખવામાં આવે તે. અવાજ એકદમ બંધ થઈ જાય. સેલની અંદર જવાવાળી વિદ્યધારાને