________________
વૈજ્ઞાનિક સુષ્ટિ પરામર્શ
૩૫૧ માપને પત્તો લાગે છે. એ સમય ધારાનું માપ બતાવવા માટે ગતિ કરતી રહે છે. આ સમયને બદલે ન્હાનો સરખો કાચ–અરીસ લગાડિવામાં આવે છે. તે અરીસે પણ ગતિ કરતો રહે છેએની સહાયતાથી પ્રકાશનું કિરણ એક સ્લિટ (Slit) માં થઈને પસાર કરી શકાય છે. એ કિરણનું પરિમાણુ વિદ્યુતરંગેની શક્તિ ઉપર આધાર રાખે છે.
આ સ્લિટની પાછળ એક સીનેમા ફિલ્મ ખેંચી રાખવામાં આવે છે, ત્યારે તેના ઉપર કિરણના પ્રભાવથી ક્યાંક અંધારું અને અજવાળું થતું રહે છે. એમ ફિલ્મ ઉપર પ્રકાશ અને અંધારાના રૂપમાં ધ્વનિ અંકિત થાય છે. મૂલધ્વનિના સ્વરમાં જેમ જેમ ઉતાર ચડાવ થતો જાય છે, તેમ તેમ તે ફિલ્મ ઉપર અંકિત થાય છે.
આ ફિલ્મની તપાસ કરવાથી માલમ પડે છે કે ધીમા અવાજ માટે બહુ અસ્પષ્ટ રેખાઓ અંકિત થએલી હોય છે અને તેજ અવાજ માટે તેની તેજ રેખાઓ. પોઝીટીવ ફિલમમાં આથી ઉલટું હોય છે. અર્થાત તેજ અવાજ માટે અસ્પષ્ટ રેખાઓ અને ધીમા અવાજ માટે તેજ રેખાઓ આંકેલી હોય છે. આનું નામ ધારીદાર ફિલ્મ સાઉંડ ટ્રેક છે. આ ફિલ્મ ઉપર ધ્વનિની સાથે સાથે મૂક ચિત્ર પણ અંકિત થતાં જાય છે. ધ્વનિઆલેખન અને દસ્યઆલેખન, બન્ને એકજ કાલે સાથે સાથે થતાં જાય છે. આમ ધ્વનિ અને દક્ષ્ય બન્ને એક કાલે પ્રગટ થાય છે એટલે પ્રેક્ષકેને જોવા તથા સાંભળવાનો લાભ એક કાલેજ મળે છે. અર્થાત જેવાની અને સાંભળવાની ક્રિયા એક સાથે શરૂ થાય છે અને સાથે સાથે જ પૂર્ણ થાય છે. - ધ્વનિચિત્રો જ્યારે દર્શકોની સમક્ષ ઉપસ્થિત કરવામાં આવે છે, ત્યારે તેની કાર્યવાહી ઉલટી કરવામાં આવે છે. વિક્ષેપક (prjecting) મશીન દ્વારા એક પ્રકાશાવલી ફિલ્મના ધ્વનિમાર્ગ પર ફેંકવામાં આવે છે. ધ્વનિભાગ જેમ જેમ પ્રકાશમાં થઈને પસાર