________________
વૈજ્ઞાનિક સૃષ્ટિ પરામર્શ
૩૪૫
શક્તિ આવે છે. એ હિસાબે આખી પૃથ્વી ઉપર લગભગ ૨૩૦૦૦૦૦૦૦૦૦૦૦૦-૨૩ નીલ અશ્વબલ બરાબર શક્તિ ઉતરે છે. આ તો આપણું પૃથ્વીની વાત કરી. સૂર્યનો તાપ તે આપણી પૃથ્વીની બહાર પણ ચારે તરફ બીજા ગ્રહ ઉપર પણ પડે છે. તે બધાનો હિસાબ કરીએ તો માલૂમ પડે છે કે સૂર્યની સપાટીમાંથી પ્રતિચેરસ ઈચે ૫૪ અશ્વબળની શક્તિ નીકળે છે. સૂર્યના પ્રત્યેક ચેરસ સેન્ટીમિટરમાંથી લગભગ ૫૦૦૦૦ મીણબત્તીની રેશની નિકળ્યા કરે છે. આ હિસાબે એક વર્ષમાં એકંદર ગરમી સૂર્યમાંથી ૧૧ ઉપર ૨૪ શૂન્ય લગાવીએ એટલા મણ પત્થરના કોલસા બાળવાને જેટલી શક્તિ જોઈએ તેટલી નિકળે છે.
" શું સૂર્યની ગરમી ઘટી જશે?
આવી રીતે સૂર્યની ગરમી હમેશાં નિકળતી રહે તો કાલાન્તરે ઘટી જશે ખરી ? વૈજ્ઞાનિકે કહે છે કે નહિ ઘટે, કારણકે સવા ત્રણ હજાર વર્ષની ઉમ્મરના પ્રાચીન વૃક્ષના પાછળના ભાગનો એક ફેટ લીધો છે, તેની છાલ ઉપરથી વરસની ગણત્રી કરવામાં આવી છે. એક વરસમાં એક છાલ નવી આવે છે. તેવી છાલ ગણતાં બત્રીશસો વરસનું તેનું આયુષ્ય માપવામાં આવ્યું છે. વૃક્ષની વૃદ્ધિ જેટલી આજકાલ થાય છે તેટલી જ વૃદ્ધિ સવાત્રણ હજાર વરસ ઉપર થએલી માલમ પડી છે. તે ઉપરથી નિશ્ચય થાય છે કે સવાત્રણ હજાર વરસમાં જે ગરમી પડવામાં કાંઈ ઘટાડો થયો નહિ તો હવે પછી પણ ઘટાડો નહિ થાય. (સૌ૦ ૫૦ ૫૦ પ–સારાંશ.)
વાયુમંડલનો પ્રભાવ, પહાડે સૂર્યની નજીક છે અને પૃથ્વી તેથી દૂર છે. તેથી પહાડે ઉપર ગરમી વધારે પડવી જોઈએ અને પૃથ્વી ઉપર ઓછી પડવી જોઈએ. પણ થાય છે એથી ઉલટું. પૃથ્વી ઉપર ગરમી વધારે પડે છે અને પહાડો ઉપર ઠંડક રહે છે. આબુ અને સીમલાના પહાડ