________________
૩૪૬
સૃષ્ટિવાદ અને ઈશ્વર
ઉપર વૈશાખ મહિનામાં પણ ગરમી ન જણાતાં ઠંડી જણાય છે તેનું શું કારણ? ઉત્તર-વાયુમંડલમાં હવાનું હલનચલન. ગરમ પ્રદેશની હવા ઠંડી થાય છે ને ત્યાંથી ચાલી ઠંડા પ્રદેશમાં જાય છે, ત્યાં તે રોકાઈ જાય છે, એટલે ગરમ પ્રદેશ ઠંડા થઈ જાય છે અને ઠંડા પ્રદેશ ગરમ બની જાય છે. બીજી વાત એ છે કે પૃથ્વી દિવસે ગરમ થતી જાય છે, તે તે ગરમી વાયુમંડલમાં રહેલી બાફ કે વાદળાં વગેરેથી રોકાઈ જાય છે એટલે આય વધે છે અને વ્યય કમ થાય છે. એમ ગરમી વધતાં વધતાં વરસાદ થાય છે ત્યારે ગરમીને જવાને માર્ગ ખુલ્લો થઈ જવાથી આય કરતાં વ્યય વધી જાય છે અને વાતાવરણમાં ઠંડી પસરી જાય છે. પહાડો ઉપર ગરમી પડે છે ખરી પણ વ્યયને માર્ગ ખુલ્લે છે. રૂકાવટ એટલી બધી થતી નથી. તેથી આય કરતાં વ્યય વધી જતાં ગરમી કમ થાય છે અને ઠંડક વધારે રહે છે, કેમકે ઉપરની હવા હલકી અને સ્વચ્છ વિશેષ છે, તેથી ગરમીની આય કરતાં વ્યયમાં વધારે થતાં ઠંડી વિશેષ પ્રમાણમાં રહે છે.
(સૌ૦ ૫૦ ૫૦ ૫-સારાંશ). - સૂર્યમાં ગરમી કયાંથી આવે છે?
આધુનિક વિજ્ઞાનથી સાબિત થયું છે કે શક્તિ નવી ઉત્પન્ન થતી નથી અને ન વિનષ્ટ થાય છે. જ્યારે ઘાસલેટ તેલના ઈજનથી શક્તિ પેદા કરવામાં આવે છે ત્યારે તે શક્તિ નવી ઉત્પન્ન થતી નથી, કિન્તુ જે શક્તિ ઘાસલેટ તેલમાં જડરૂપે છુપી હતી તે ઈજીનની ગતિના રૂપમાં પ્રગટ થઈ. જ્યારે ઈજીનથી કોઈ કામ લેવામાં ન આવે ત્યારે તે શક્તિ નષ્ટ થતી નથી. તે વખતે તેલ પણ ખર્ચાતું નથી. જેટલા તેલનું ખર્ચ થાય તેટલા પ્રમાણમાં સાંચાકામની ગડ અને ફટ ફટ શબ્દ કરવામાં શક્તિને વ્યય થાય છે. તેમ છતાં એ રગડથી શક્તિને નાશ થતું નથી પણ રગડથી સાંચામાં ગરમી ઉત્પન્ન થાય છે. ગરમી એ શક્તિનું જ એક રૂપ છે. કેટલીક શકિત હવામાં ચાલી જાય છે.