________________
૩૪૪
સુષ્ટિવાદ અને ઈશ્વર કેલસામાં બળવાની શક્તિ. ખાણમાંથી પત્થર જેવા જે કેલસા નીકળે છે તે મૂળે પત્થર કે માટી નથી પણ લાકડાં છે. ઘણું વરસ પહેલાં વૃક્ષ કે વનસ્પતિ ભાટી નીચે દબાઈ જઈ ઘણું કાળના દબાવથી પત્થર જેવી નક્કર બની ગઈ. વૃક્ષાવસ્થામાં બળવાની શક્તિ તેને સૂર્યમાંથી મળી હતી. સૂર્યની રેશની અને ગરમીમાં વૃક્ષો કારબોન ડાઓકસાઈડથી કારબેન હવા ગ્રહણ કરે છે. કાર્બન ડાઓક્સાઈડ (Carbon Dioxide) અને કારબેનને અલગ કરવામાં શક્તિની આવશ્યકતા છે. તે શક્તિ સૂર્યના તાપમાંથી આવે છે. વૈજ્ઞાનિકોએ સિદ્ધ કર્યું છે કે વૃક્ષો સૂર્યના તાપમાંથી જેટલી શક્તિ ખેંચે છે તેટલી જ શક્તિ (ન એક રતી કમ, ન એક રતી અધિક) બળવામાં આપે છે. ઘાસલેટ તેલ અને પેટ્રોલમાં પણ એજ નિયમ લાગુ પડે છે. આ ઉપરથી જણાશે કે કેલસામાં બળવાની જે શક્તિ અત્યારે આપણે જોઈએ છીએ તે શક્તિ ખાણમાંથી નીકળ્યા પછી પ્રાપ્ત થઈ નથી પણ લાખો કે કરડે વરસ પહેલાં જ્યારે વૃક્ષરૂપે હતાં ત્યારની તેમાં સંચિત થએલી છે. તેના ઉપર હજારો કુટ માટીના થર જામી ગયા છતાં અને પત્થરરૂપ બન્યા છતાં સૂર્યની રશ્મિમાંથી મળેલી શક્તિ કાયમને કાયમ રાખી શક્યાં કે જે શક્તિ બીજા કોલસાના અવતારમાં હજારે, લાખો કે કરોડો વરસે પછી પ્રગટ કરી શક્યાં.
| (સા. ૫૦ અ પસારાંશ) સૂર્યમાંથી કેટલી શક્તિ આવે છે? ગરમી માપવાના યંત્રથી માલમ પડયું છે કે વાયુમંડલની ઉપલી સપાટી ઉપર ઉભી સીધી રશ્મિ પડે છે ત્યારે પ્રતિરસ ગજ દઢ અશ્વબલની બરાબર શક્તિ આવે છે. પરંતુ વાયુમંડળની વચ્ચે થોડી ગરમી રોકાઈ જવાના કારણથી ઉત્તર ભારતવર્ષના તાપમાં લગભગ બે ચોરસ ગજ ઉપર સામાન્ય રીતે એક અશ્વબલની બરાબર