________________
વૈજ્ઞાનિક સૃષ્ટિ પરામર્શ
જલ અને વાયુની શક્તિ.
વાયુથી કેટલેય સ્થળે પવનચક્કી ચાલે છે. કુવાનું પાણી ઉપર ચડાવવામાં આવે છે. વહાણ ઉપર શઢ બાંધી હવાને યેાગે ઈષ્ટ દિશામાં સમુદ્રમાં જહાજ ચલાવી શકાય છે. જલપ્રપાતથી પણ પવનચક્કી ચાલે છે. અમેરિકાના સુપ્રસિદ્ધ જલપ્રપાતથી વિજળીનાં મ્હોટાં મ્હોટાં મશીને ચલાવાય છે. નાયગરાના જલપ્રપાતમાં અનુમાનથી એંસી લાખ અશ્વબળની શક્તિ છે. દરકલાકે ૨૦ માઇલની ઝડપથી ચાલતી સે। ચારસફુટની હવામાં ૫૬૦ અશ્વમળની શક્તિ રહેલી છે. પાંચ દશ અશ્વમળનું તેલ ઈંજીન ખરીદવામાં કે ચલાવવામાં કેટલું ખર્ચ થાય છે તે સૌ કાઈ જાણે છે જ્યારે ઉપર બતાવેલ ૫૬ ૦ અશ્વમળની હવા મક્તમાં ને મતમાં જાય છે. પરંતુ પ્રશ્ન એ છે કે હવા અને પાણીમાં શક્તિ આવે છે ક્યાંથી ? હવા કાણુ ચલાવે છે ? પાણીને પહાડા ઉપર કાણુ ચડાવે છે? ઉત્તર-સૂર્ય. સૂજ પૃથ્વીને ગરમી આપે છે. ગરમ થએલી પૃથ્વી ઉપર હવા ગરમ થાય છે. ગરમીથી હવા પાતળી થઈ ઉપર ચડે છે અને ઉપરની હવા નીચે આવે છે. આમ હલચલ થવાથી હવા આમતેમ દોડે છે અને મુસાફરી કરે છે. સૂર્યેજ સમુદ્રના પાણીને ગરમ કરી બારૂપ બનાવે છે. ખાક્ ઉપર વાયુમ`ડલમાં જઈ અમુક સમયે વરસે છે, ત્યારે પહાડા ઉપર પાણી ચડે છે અને પહાડથી ઉતરી મેાટા ધેાધમાં પ્રપાત ચાલે છે અને નદી નાળાં રૂપે વહીને સમુદ્રમાં રેત માટી કાંકરી પત્થર લઈ જઈ તેમાં પહાડેની રચના કરે છે. જ્યાં ૩૦ થી ૩૫ ઇંચ વરસાદ વરસે છે, ત્યાં પ્રતિચારસ માઇલે પાંચ કરાડ મણથી અધિક જલ સૂર્ય વરસાવે છે. જે હવા વના પ્રાણીએ શ્વાસેાશ્ર્વાસ લઈ શકે નહિ અને જે જલનું પાન કર્યાં વિના કાઈ પણ પ્રાણી જીવી શકે નહિ તે પવન અને પાણીને ઉત્પન્ન કરનાર સૂર્ય છે. સૂર્યમાં જ એ બધી શક્તિએ છે, નહિ કે ઈશ્વરમાં. (સ॰ ૫૦ અ॰ પ્–સારાંશ.)
જ્ઞાનભુર, વિજયનેધિ