________________
વૈદિક સૃષ્ટિ–દેવવાદ
અર્થ–જે દેવતા સ્વર્ગમાં ૧૧, પૃથ્વીમાં ૧૧ અને અંતરિક્ષમાં ૧૧ છે, તે પિતપોતાની મહિમાથી યજ્ઞ સેવા કરે છે. ये त्रिंशतित्रयस्परो देवासो बहिरासदन विदन्नह द्वितासनन्।
( ૮ ! ૨૮ ૨ ) અર્થ–જે ત્રીશ અને ત્રણ અર્થાત ૩૩ દેવતા બહિં (મયૂર) ઉપર બેઠા હતા, તે અમને અવગત થઈ જાય અને બે પ્રકારનું ધનદાન કરે.
એ ૩૩ દેવતા કેણ કોણ છે તેનું પૃથકકરણ ઋવેદમાં યદ્યપિ નથી તથાપિ શતપથ બ્રાહ્મણમાં આવી રીતે વર્ગીકરણ છે :
कतमे ते त्रयस्त्रिंशदित्यष्टौ वसव एकादश रुद्रा द्वादशादित्या स्त एकत्रिंशत् इन्द्रश्चैव प्रजापतिश्च त्रयस्त्रिंशाविति।
( રાત ત્રા- ૨ | દ ! રૂ૯ ) અર્થ-તે તેત્રીશ દેવતા કયા ક્યા ? આઠ વસુ, ૧૧ રૂદ્ર, બાર આદિત્ય ૩૧, એવં ઈન્દ્ર અને પ્રજાપતિ એમ તેત્રીશ દેવતા છે.
ઐતરેય બ્રાહ્મણમાં તેત્રીશ સોમપ અને ૩૩ અસમપ એમ ૬૬ દેવતાઓનો ઉલ્લેખ છે. અષ્ટ વસુ, એકાદશ રૂક, દ્વાદશ આદિત્ય, પ્રજાપતિ અને વષસ્કાર, એ ૩૩ સોમપ; અને એકાદશ પ્રયાજ, એકાદશ અનુયાજ તથા એકાદશ ઉપયાજ, એમ તેત્રીશ અસમપ. સોમપાયી સેમથી તૃપ્ત થાય છે અને અસમપાયી યજ્ઞમાં હોમાતા પશુઓથી તૃપ્ત થાય છે.
(ઐત બ્રા. ૨–૨૮.) ઋગવેદમાં એક ઠેકાણે દેવોની સંખ્યા ૩૩૩૯ બતાવી છે. त्रीणि शता श्रीसहस्राण्यग्निं त्रिंशश्च देवा नव चासर्पयन् ।
( ૨૦ / ૧૨ / ૧ ) અર્થ–ત્રણ હજાર ત્રણસો ત્રીશ અને નવ દેવગણ અગ્નિની પૂજા કરે છે. શતપથબ્રાહ્મણ (૧૧ . ૬. ૩. ૪) સાંખ્યાયન