________________
- સૃષ્ટિવાદ અને ઈશ્વર
આ કથા મુખ્યત્વે સંક્ષેપથી ત્રવેદમાં અષ્ટક ૧ મંડલ ૧ અધ્યાય ૨ અનુવાક ૬ સૂફત ૨૪ થી ૩૦ સુધી છે. ઉફત સાત સૂફતમાં ખંભામાં બંધાયેલ શુનઃપે જુદા જુદા દેવોની સ્તુતિ કરી છે. આ કથા વિસ્તારથી ઐતરેય બ્રાહ્મણના ૩૩ મા અધ્યાયમાં આપેલી છે. એજ કથા રામાયણ બાલકાંડ ૬૧-૬ર અધ્યાયમાં, મનુસ્મૃતિ, ભાગવત અને વિષ્ણુપુરાણમાં પલ્લવિત થઈ છે.
પ્રકૃત કથા ઉપરથી અને શુનઃશેપના પ્રાર્થનામ ઉપરથી સારાંશ એ નીકળે છે કે હરિશ્ચંદ્રના સમયે પર્યન્ત નથી જગત-સૃષ્ટિચિંતન અને નથી ઈશ્વરચિંતન. ઈશ્વર સંબંધી વિચારે ઉદ્ભવ્યા હોત તો શુનઃશેપ પ્રજાપતિ, મિત્ર, વરૂણ, અગ્નિ, વિવેદેવ અને ઈન્દ્રને બદલે ઈશ્વરની પ્રાર્થના કરત, અથવા વિશ્વેદેવોએ કહ્યું કે “અમારામાં ઇન્દ્ર સર્વથી શ્રેષ્ઠ છે તેની પ્રાર્થના કર” એને બદલે “ઈશ્વર સર્વશ્રેષ્ઠ છે તેની પ્રાર્થના કર” એમ કહેત. પણ તેમ કહ્યું નથી તેથી એક ઈશ્વરને સ્થાને અનેકદેવવાદ પ્રતિષ્ઠિત થયેલ પ્રતીત થાય છે. ઈશ્વરવાદ અને સૃષ્ટિવાદના કંઈ યુગો પટાયા પછી આજ પર્યત પણ અનેકદેવવાદ હિંદુ કામમાંથી નાબુદ થયો નથી. કેટલાએક હલકા વર્ગના લોકોમાં આજે પણ દેવદેવીને નામે ઉપાસનાપ્રાર્થના ચાલે છે અને બલિ અપાય છે.
એ વખતની એ માન્યતા હતી કે એ દેવ પ્રસન્ન રહે તો ધન ધાન્યાદિ સામગ્રી આપે અને એ દેવો અપ્રસન્ન રહે કે કુપિત થઈ જાય તે બગાડી દે. અસ્તુ. એમને પ્રસન્ન કરવાને યજ્ઞયાગાદિ ક્રિયાઓ કરવામાં આવતી. સામાન્ય રીતે આ દેવોને કર્તા, હર્તા, રક્ષક, નાશક, કહીએ તો ઋગવેદ સંહિતાના મંત્રાનુસારે કહી શકાય. એ દેવોની સંખ્યા પરત્વે જુદા જુદા મત છે. તે આ પ્રમાણે ये देवासो दिव्येकादशस्थ पृथिव्यामध्येकादशस्थ । अप्सुक्षितो महिनैकादशस्थ ते देवासो यज्ञमिमं जुषध्वं ॥
(રૂ૨૨).