________________
વૈદિક સૃષ્ટિ–દેવવાદ
શુના શેપ નામના પુત્રને સો ગાયને બદલે ખરીદી રહિત તેની સાથે પિતા પાસે જાય છે. પિતાને કહ્યું કે વરૂણને તૃપ્ત કરવા આ શુનઃ શેપની બલિ આપ એથી હું જીવતો રહીશ અને આપનું દર્દ પણ મટી જશે.
વરૂણને જ્યારે આ વાત કરવામાં આવી ત્યારે વરૂણે ખુશીથી તેને સ્વીકાર કર્યો કેમકે ક્ષત્રિય કરતાં બ્રાહ્મણ ઉચ્ચ ગણાય. શુનઃ શેપ જાતે બ્રાહ્મણ હતો. યજ્ઞની તૈયારી કરી. તેમાં વિશ્વામિત્ર હતા, જમદગ્નિ અધ્વર્યુ, વશિષ્ટ બ્રહ્મા અને અવાસ્ય ઉદ્ગાતા નિમાયા. ચૂપ– સ્તંભમાં શુનઃશેપને બાંધવાનો સમય આવ્યો ત્યારે તે કામ કરવા કેઈ ઋષિ તૈયાર ન થયો. ત્યારે શુનઃશેપના પિતા અછતગર્ત યાચના કરી કે બીજી સો ગાયે મને આપો તો હું મારા પુત્રને ચૂપમાં બાંધું. રાજાએ સો ગાય આપી અને બાંધવાનું કામ પૂરું થયું. હવે તેને કાપવાને-મારવાને પ્રસંગે ઉપસ્થિત થયો ત્યારે મારવા કાઈ તૈયાર ન હતા. અછતગર્ત ફરી કહ્યું કે ત્રીજી વાર સો ગાયો મને આપો તો એને મારું. રાજાએ સો ગાય આપી. તે હાથમાં તલવાર લઈ તેને સજજ તીક્ષણ કરવા જાય છે, તે વખતે શુનઃપે નિશ્ચય કર્યો કે આ લોકો મને પશુ સમાન સમજી બલિ આપી દેશે; હવે દેવતા સિવાય બીજો કોઈ મને બચાવનાર નથી, માટે દેવતાને શરણે જઉં.
સૌથી પ્રથમ તે પ્રજાપતિને શરણે ગયો. પ્રજાપતિએ અગ્નિની પાસે, અગ્નિએ સવિતાની પાસે અને સવિતાએ વરૂણની પાસે મોકલ્યો. વરૂણે કહ્યું કે વિશ્વેદેવની સ્તુતિ કરે. વિશ્વેદેવોએ કહ્યું કે અમારામાં સર્વથી શ્રેષ્ઠ ઈન્દ્ર છે માટે ઈન્દ્રની સ્તુતિ કરે, તે તમારું રક્ષણ કરશે. શુનઃશેપ ઈન્દ્રની સ્તુતિ કરી. ઇન્દ્ર પ્રસન્ન થઈ પિતાનો રથ આપ્યો અને કહ્યું કે અશ્વિનીકુમારની સ્તુતિ કરે. એવી રીતે એક એક કરી સર્વ દેવતાઓની સ્તુતિ કરવાથી શુનઃશેપનાં સર્વ બંધને ત્રુટયાં અને હરિશ્ચંદ્ર રાજાની બિમારી નષ્ટ થઈ ગઈ.