________________
સૃષ્ટિવાદ અને ઈશ્વર
થશે તે એજ પુત્રથી તારો યજ્ઞ કરીશ.” વરૂણે તે પ્રાર્થના સ્વીકારી. ફલરૂપે એક પુત્રની પ્રાપ્તિ થઈ તેનું નામ રહિત રાખ્યું. પુત્ર થતાં જ વરૂણે કહ્યું કે હે રાજન આ પુત્રથી મારો યજ્ઞ કર, અર્થાત પુત્રનું બલિદાન કર. રાજાએ કહ્યું કે જ્યાં સુધી અશૌચ નિવૃત્તિ ન થાય ત્યાંસુધી તે યાગને યોગ્ય ન ગણાય. દશ દિવસ પછી બીજી વાર વરૂણે યાચના કરી ત્યારે કહ્યું કે દાંત ન આવે ત્યાંસુધી પશુ યજ્ઞ યોગ્ય ન ગણાય. જ્યારે દાંત આવી ગયા ત્યારે ફરી માગણી કરી ત્યારે રાજાએ કહ્યું કે આવેલા દાંત પડી જાય અને બીજા નવા દાંત ન આવે ત્યાંસુધી યોગ્ય ન ગણાય. નવા દાંત આવ્યા પછી વરૂણ આવ્યો ત્યારે રાજાએ કહ્યું કે બીજા પશુઓ તે દાંત આવવાની સાથે મેંગ્ય બની જાય છે પણ આ ક્ષત્રિય પશુ છે માટે જ્યાં સુધી ધનુર્વિદ્યાનિપુણ ન થાય ત્યાંસુધી યોગ્ય ન ગણાય. જ્યારે રેહિત ધનુર્વિદ્યાનિપુણ થયે ત્યારે વરૂણ આવ્યો અને બલિ આપવા કહ્યું ત્યારે રાજાએ રોહિતને બોલાવી સઘળી હકીક્ત સમજાવી કે મેં વચન આપ્યું છે માટે તારું બલિદાન આપવું પડશે. કુંવરે કહ્યું કે હું મરવા તૈયાર નથી. એમ કહી ધનુષ્ય બાણ લઈ વનમાં ચાલ્યો ગયો. વરૂણને બલિ ન મલવાથી તે રાજા ઉપર કોપાયમાન થયો અને રાજાને જલોદરને રેગ ઉત્પન્ન કરી દીધો. રોહિત એક વરસ સુધી વનમાં ભમ્યો. દરમ્યાન સાંભળ્યું કે પિતાજીને વરૂણના કોપથી જલદર રોગ થઈ ગયો છે, તેની શાંતિ માટે હું ભોગ આપવા જઉં એમ ધારી જવાને તૈયાર થાય છે ત્યાં ઇન્દ્ર બ્રાહ્મણરૂપે આવી તેને ભરમાવી દીધું કે તું ઘેર ન જા, વનમાં જ રહે. રેહિત ભરમાઈ ગયો ને વનમાં જ રહી ગયો. એમ બીજે ત્રીજે થે અને પાંચમે વરસે ઘેર જવાની ઈચ્છા કરી પણ દરેક વખતે તેને અટકાવી દીધો. છટ્ટે વરસે જ્યારે તે રાજા પાસે જવા લાગ્યો ત્યારે રસ્તામાં તેને દરિદ્રી ગરીબ અને ભૂખે મરતા અજીગર્ત નામના બ્રહ્મર્ષિને મેલાપ થાય છે. તેને શુનઃ પુચ્છ, શુનઃશેપ અને શુનેલાંગૂલ નામના ત્રણ પુત્રો હતા તેમાંથી વચેટ