________________
વિદિક સૃષ્ટિ–દેવવાદ
इत वृत्रं सुदानव इन्द्रेण सहसा युजा । मा नो दुःशंस ईशत ।
( To $ રરૂ. ૧ ). અર્થ–દાનપરાયણ મરૂતો ! બલવાન અને સહાયક ઇન્દ્રની સાથે શત્રુને વિનાશ કરે, જેથી દુષ્ટ શત્રુ અમારા માલિક ન બની બેસે.
पाहि नो अग्ने रक्षसः पाहि धूर्तेरराव्णः पाहि रीषत उत वा जिघांसतो बृहभानो यविष्ठय ॥
( To I રૂ. ૬) અર્થ—હે વિશાલકિરણ યુવક અગ્નિ! અમને રાક્ષસોથી બચાવો. ધનદાન કરવાવાળા ધૂર્તકથી રક્ષા કરો. હિંસક પશુથી બચાવો. ઘાતક શત્રુથી બચાવો. त्वं तस्य द्वयाविनोऽघशंसस्य कस्यचित्। पदाभि तिष्ठ तपुषिम्।
| ( Ts / કર . ૪ ) અર્થ–હે પૂષન દેવ ! જે કઈ પ્રત્યક્ષ યા પરોક્ષ બન્ને પ્રકારથી હરણ કરે છે અને અનિષ્ટ સાધન કરે છે, તેમના પરપીડક દેહને હમે પિતાના પગથી કચડી નાખો.
આવા હજારો મંત્રો ઋગવેદમાં અગ્નિ, મિત્ર, વરૂણ, પૂષન, સૂર્ય આદિ દેવોની પ્રાર્થના યા ઉપાસના રૂપ છે. આ પ્રાથનાપદ્ધતિ માત્ર સંહિતાયુગમાં જ નહિ કિન્તુ બ્રાહ્મણયુગમાં પણ પ્રચલિત છે. તેની સાબિતી માટે ઐતરેય બ્રાહ્મણના ૩૩ મા અધ્યાયમાં દર્શાવેલ હરિશ્ચંદ્ર અને શુનશેપનું ઉપાખ્યાન આંહિ દર્શાવવું ઉપયોગી થઈ પડશે.
ઈક્વાકુ વંશમાં વેધસ રાજાનો પુત્ર હરિશ્ચંદ્ર નામે એક સુપ્રસિદ્ધ રાજા રાજ્ય કરતો હતો. તેની સો રાણુઓ હતી પરંતુ દુર્ભાગ્યે એકે પુત્ર ન હતો. “પુત્ર વિના ગતિ થતી નથી” એ વાત નારદ મુનિએ રાજાને ઠસાવી હતી તેથી રાજાના મનમાં પુત્રની અત્યન્ત ઈચ્છા હતી. રાજાએ પુત્રપ્રાપ્તિના ઉપાયો વિષે નારદને પૂછતાં નારદઋષિએ બતાવ્યું કે “વરૂણની પ્રાર્થના કરે કે “મારે જે પુત્ર